GUJARATJETPURRAJKOT

Rajkot: રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને એ.આર.ઓ., મામલતદારશ્રીઓ, નાયબ મામલતદારશ્રીની ચૂંટણી સમીક્ષા બેઠક યોજાઈ

તા.૨૦/૩/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

મતદાર જાગૃતિના કાર્યક્રમોનું આગોતરું આયોજન કરવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની સૂચના

રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રભવ જોષીના અધ્યક્ષસ્થાને તમામ મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ(એ.આર.ઓ), મામલતદારશ્રી, નાયબ મામલતદારશ્રીઓ સાથે લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અન્વયે સમીક્ષા બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં કલેક્ટરશ્રીએ ઉમેદવારોના ફોર્મ પ્રોસેસિંગમાં રાખવાની સાવચેતી, પૂરક મતદાન મથકો, એ.આર. ઓ. કક્ષાએ તાલીમ, એમ.સી.સી. ફરિયાદ નિવારણ, સ્વીપ વગેરે અંગેની માહિતી મેળવી સમીક્ષા કરી હતી. મતદાર જાગૃતિના અવનવા અને અસરકારક કાર્યક્રમોનું આગોતરું આયોજન કરવા કલેક્ટરશ્રીએ સ્વીપના નોડલ ઓફિસરશ્રીને સૂચના આપી હતી. વધુમાં એ.આર.ઓશ્રી તેમજ મામલતદારશ્રીને મતદાન મથકોની મુલાકાત લઈ મતદાતા માટેની સુવિધાઓનું જાતે નિરીક્ષણ કરવા જણાવ્યું હતું. અને તબક્કાવાર સ્ટાફ રેન્ડમાઈઝેશન, સ્ટાફ તાલીમના સુચારુ આયોજન વગેરે મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. ઉપરાંત, પોસ્ટલ બેલેટ માટેના આયોજન અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકમાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એન.કે.મુછાર, નિવાસી અધિક કલેકટરશ્રી ચેતન ગાંધી, સ્વીપના નોડલ ઓફિસરશ્રી શ્રી જિજ્ઞાસા ગઢવી, તેમજ એ.આર.ઓ.,મામલતદારશ્રીઓ,નાયબ મામલતદારશ્રીઓ અને સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!