GUJARATHIMATNAGARIDARSABARKANTHA

લોકસભાની ચૂંટણીમાં બંને પાર્ટીઓને ટક્કર આપવા મેદાને ઉતરવાની તૈયારી દર્શાવતા આદિવાસી સમાજના યુવા નેતા રાજેશ દામા

લોકસભાની ચૂંટણીમાં બંને પાર્ટીઓને ટક્કર આપવા મેદાને ઉતરવાની તૈયારી દર્શાવતા આદિવાસી સમાજના યુવા નેતા રાજેશ દામા
ભારત દેશની લોકશાહીનો મોટો પર્વ એટલે કે લોકસભા ઇલેક્શન લોકસભા ઇલેક્શનમાં સમગ્ર ભારત દેશના વિવિધ રાજ્યોની 543 જેટલી લોકસભા સીટો છે જેમાં તમામ સીટો પર ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ પાર્ટી વિવિધ પાર્ટીઓ સાથે ગઠબંધન કરતા હોય છે અને પોતે દેશની લોકશાહી પર્વ એટલે કે લોકસભા ચૂંટણીમાં 543 માંથી 543 સીટો પર પોતાના ઉમેદવારો પણ મેદાને ઉતારતા હોય છે ફરી એકવાર વર્ષ 2024 માં યોજનારી લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ છે તારીખો ની જાહેરાત થતા જ રાજકીય પાર્ટીઓ દ્વારા પોતાના ઉમેદવારોના નામોની જાહેરાત કરવાની શરૂઆત કરવા માટે રાજકીય પક્ષો દ્વારા જાહેરાત કરવામાં આવેલા ઉમેદવારોના નામની પ્રક્રિયા સામે એક તરફ બીજી તરફ અન્ય જિલ્લા માંથી બીજા જિલ્લામાં ચૂંટણી લડવા માટે રાજકીય પક્ષો ઉમેદવારોને મેદાને ઉતારી રહી છે

 

સાબરકાંઠા અરવલ્લી જિલ્લાની 26 લોકસભા સીટ પર ભારતીય જનતા પાર્ટી દ્વારા ભીખાજી ઠાકોર એ 26 લોકસભા સીટસર કરવા મેદાને ઉતારવામાં આવ્યા છે સાબરકાંઠા અરવલ્લી 26 લોકસભા સીટ પર ઉતારવામાં આવેલા ભીખાજી ઠાકોર કે ડામોર તે ચર્ચા ચૂંટણી પ્રચાર સહિત સોશિયલ મીડિયામાં મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.. અરવલ્લી જિલ્લાના માલપુર ના રહેવાસી ભીખાજી ઠાકોર મૂળ ડામોર અટક ધરાવે છે જોકે પાર્ટી એ ક્ષત્રિય ઠાકોરને મેદાને ઉતારવાની નેમ લઈ ઠાકોરને ટિકિટ આપતા સાબરકાંઠા નું રાજકારણ ગરમાયું છે ફક્ત તમામ સોશિયલ મીડિયા તેમજ મીડિયામાં ભીખાજી ઠાકોર કે ડામોર તેને લઈ લાંબી ચર્ચા એ દોર શરૂ થયો છે..

બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને હરાવી 26 લોકસભા સીટ સર કરવા માટે કોંગ્રેસ પાર્ટી પોતાના સક્ષમ ઉમેદવારને મેદાને ઉતારવાની તૈયારી દર્શાવી રહી છે હાલના સમયે કોંગ્રેસ પાર્ટી દ્વારા કયા ઉમેદવારને સાબરકાંઠા અરવલ્લી લોકસભા સીટ પર ચૂંટણી જંગમાં ઉતારવા તેનું મંથન ચાલી રહ્યું છે હાલના સમય દેશની રાજધાનીમાં ચાલી રહેલા કોંગ્રેસ કમિટીની બેઠકોમાં ઉમેદવારોના નામોને લઈને મંથન ચાલી રહ્યું છે અને હાલ સાબરકાંઠા અરવલ્લીમાં કોંગ્રેસ કયા ઉમેદવારના નામ પર મહોર લગાવે છે તેની સામે સૌ કોઈની નજર પર મંડાઇ રહી છે…

લોકશાહીના લોકપ્રવાહ લોકસભા ચૂંટણીમાં સાબરકાંઠા અરવલ્લી 26 લોકસભા સીટ પર ઇતિહાસમાં પહેલીવાર કોઈક યુવા ચહેરો ચૂંટણીમાં ઝંપલાવવા તૈયારી દર્શાવી રહ્યું છે આદિવાસી અંતરિયાળ વિસ્તારનો જાણીતો અને યુવા ચહેરો કે જે સતત પ્રજાના સંપર્કમાં અને પ્રજાના કામોમાં મદદરૂપ થતો આદિવાસી ચહેરો પણ ફક્ત નાની ઉંમરે અપક્ષમાં ઝંપ લાવવાની તૈયારી દર્શાવી રહ્યો છે.. ઈડરના સિયાસણના ગ્રામ પંચાયતના રાજેશ દામા પોતે લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવવા માટે બાયો ચડાવી છે ભાજપ કોંગ્રેસની લડાઈ વચ્ચે આદિવાસી એસટી સમુદાયનો ઉમેદવાર ચૂંટણીમાં ઝંપલાવે છે તો બંને રાજકીય પક્ષો માટે અપક્ષ ઉમેદવારી કરવા મેદાને આવનાર રાજેશ દામા ચૂનોતીરૂપ સાબિત થાય તો નવાઈ નહિ ..

હાલના સમયે ખાણ-ખનિજ તેમજ અન્ય મુદ્દે રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર સામે બાયો ચડાવી વિરોધ કરતા આદીવાસી સમુદાયના યુવા ચહેરાને મેદાને ઉતારવા માટે લોક ચાહના દિનપ્રતિદિન વધી રહી છે.. નાની વયે રાજકીય પક્ષોને ચૂનોતી આપી લોકશાહીના પર્વ લોકસભા ચૂંટણીમાં બંને પાર્ટીઓને ટક્કર આપવા મેદાને ઉતરવાની તૈયારી દર્શાવતા રાજેશ દામા પણ મતદારોના પ્રશ્નોને વાચા આપવા તેમજ તેઓના પ્રશ્નોને સોલ કરવાની બાહેધરી આપી રહ્યા છે…

 

જયંતિ પરમાર સાબરકાંઠા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!