GUJARATMULISURENDRANAGAR

મુળીના ઉમરડામા ગેરકાયદેસર કોલસાની ખાણો ઉપર દરોડા

સરપંચ અને ખાણ ખનીજ અધિકારીઓએ ચાર ચરખી મશીન સહિત મુદામાલ કર્યો સિલ

તા.22/03/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સરપંચ અને ખાણ ખનીજ અધિકારીઓએ ચાર ચરખી મશીન સહિત મુદામાલ કર્યો સિલ

ગેરકાયદેસર કોલસાની ખાણો ચલાવતા ભુમાફિયા સામે નામજોગ પંચનામું

મુળી તાલુકાનાં અનેક ગામોમાં કોલસાની ગેરકાયદેસર ખાણો ધમધમી રહી છે અને છેલ્લા એક મહિનામાં ૧૧ થી વધુ શ્રમિકોના મોત થયા છે ત્યારે તંત્ર ઘોરનિદ્રામા હોય તેમ કોઈ કાર્યવાહી કરતા નથી ત્યારે ઉમરડા સરપંચ અને આગેવાનોએ ખનીજ માફીયાઓના નામજોગ ઉલ્લેખ કરી રજુઆત અનેક વખત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નહોતી ત્યારે ઉમરડા આગેવાન કનુભાઈ કરપડાએ ખાણ ખનીજ વિભાગને જાણ કરી દરોડા પાડવા માટે અધિકારીને બોલાવેલ હતા ત્યારે કોલસાની ગેરકાયદેસર ખાણો ધમધમી રહી હોય જેમાં ચાર ચરખી સીલ કરવામાં આવી હતી અને અનેક મશિનરી સામાન સાથે કોલસો ખનીજ પણ સીલ કરી પંચ રોજકામ કરવામા આવેલ હતું આ બાબતે ઉમરડા ગામસભા ખાણ ખનીજ દ્વારા આયોજીત રાખવામાં આવેલ પરંતુ સભામાં કોઈ ખાણ ખનીજ અધિકારી ફરકયા નહોતા ત્યારે ગામલોકોએ રોષ વ્યકત કરેલ હતો અને ખનીજ ચોરીની ફરિયાદ કરવામાં આવી હતી ખનીજ માફિયાઓના નામજોગ રજુઆત ઉમરડા ખનીજ ચોરી કરતા શખ્સો જેમાં આલા વાલા ખાંભલા અને વાલા મોતી ખાંભલા છેલ્લા બે વર્ષથી આ ખનીજ ચોરી કરી રહ્યા છે ત્યારે આ વખતે ખાણ ખનીજ વિભાગ આ લોકો સામે કડક કાર્યવાહી કરશે કે કેમ ? સવાલો ઉભા થયા છે ખાણ ખનીજ વિભાગ દ્વારા સિલ કરેલ ચરખીઓ નંગ ૪ ખાણ ખનીજ વિભાગ હજુ સુધી જપ્ત કરી પોલીસ સ્ટેશન આપેલ નથી અને ખનીજ માફીયાઓ આ સિલ કરેલ ચરખીઓ લ‌ઈ ગયાની લોકચર્ચા ચાલે છે તો ખાણ ખનીજ વિભાગ ની કામગીરી ખનીજ માફીયાઓને છાવરતા હોય તેમ દેખાય રહી છે ઉમરડા સરપંચ દ્વારા ૨૦૨૦-૨૧ મા ગૌચર જમીન દબાણ હટાવવા માટે તનતોડ મહેનત કરી આશરે ૬૦૦ એકર જેટલી ગૌચર જમીન દબાણ હટાવવાની સરાહનીય કામગીરી કરી હતી તે બાબતે તાલુકા વિકાસ અધિકારી દ્વારા સન્માનિત પણ કરવામાં આવેલ હતા ત્યારે આ જ ગૌચર જમીનમાં કોલસાની ગેરકાયદેસર ખાણો ધમધમી ઉઠી છે ત્યારે ખાણ ખનીજ વિભાગને મામલતદાર કલેકટરને અનેક લેખિત રજુઆત કરવા છતાં આજદિન સુધી ખનિજ માફિયાઓ ઉપર કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે અનેક સવાલો ગામજનો ઉઠાવી રહ્યા છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!