BODELICHHOTA UDAIPURGUJARAT

છોટાઉદેપુરના ઝોઝ પોલીસ ની કડક કાર્ય વાહી અને કોઈ ને ના મળેએવો ચોર ખાનું શોધી કાંડિયો ચોર ખાનું જોઈને ઝોઝ પોલીસ પણ ચોકી ઉઠી હતી…

પોલીસ સ્ટેશન દ્વારા કેવડી ચેકપોસ્ટ ભારતીય બનાવટ નો વિદેશી દારૂ એક ફોરવીલ કાર એક મોબાઇલ મળી કુલ 6,લાખ, 38,હજાર,900, નો મુદ્દામાલ ઝડપી પાડતા ઝોઝ P I પી એચ વસાવા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન એમ વાઘેલા તથા તેમનો સ્ટાફ,

પી એચ વસાવા પોલીસ ઇન્સ્પકેટર ઝોઝ પોલીસ સ્ટેશન તથા સ્ટાફના પોલીસ માણસો સાથે પ્રોહીબીશનની કામગીરી અનુસંધાને ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મેળવી બાતમી હકીકતના આધારે મોજે કેવડી ગામે ચેક પોસ્ટ પર રોડ ઉપર એક XUV 500 ગાડીની પાછળની શીટની નીચે અલગથી ચોર ખાનુ બનાવી તેની અંદર ભારતીય બનાવટના વિદેશી દારૂ (પ્લાસ્ટીકના હોલ-બીયર-કાચની બોટલો) ની કુલ બોટલો નંગ- ૧૮૪ ની કિંમત રૂપીયા- ૩૩,૯૦૦ / – નો પ્રોહી મુદ્દામાલ તથા પ્રોહી મુદ્દામાલની હેરાફેરીમાં વપરાયેલ XUV 500 ગાડી ની કિમત રૂપીયા ૬,૦૦,૦૦૦ /- તથા વીવો કંપનીનો ટચ સ્ક્રીન મોબાઈલ ફોનની કિમત રૂપીયા ૫,૦૦૦/- મળી કુલ કીંમત રૂપીયા ૬,૩૮,૯૦૦/- ના ગેર કાયદેશરના પ્રોહી મુદ્દામાલ પકડી પાડી કાયદેશરની કાર્યવાહી કરવામા આવેલ છે.

આમ આમ વિદેશી દારૂ ઝડપી પાડવામાં ઝોઝ પોલીસને સફળતા મળી છે.

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!