VALSADVALSAD CITY / TALUKO

વલસાડ જિલ્લા પોલીસતંત્ર દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે કાદવ હોળીની ઉજવણી

વલસાડ. તા. ૨૬ માર્ચ

વલસાડમાં આ વર્ષે પણ હોળી અને ધૂળેટીના ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરાઇ હતી. જેમાં વલસાડ જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલા દ્વારા પોલીસ હેડ કવાર્ટર ખાતે પોલીસ અધિકારીઓ અને પત્રકારો સાથે કાદવ હોળીની ઉજવણી હર્ષોલ્લાસથી કરાઇ હતી. આ સિવાય તિથલમાં મોટી સંખ્યામાં લોકો ધૂળેટીની ઉજવણી કરવા ઉમટી પડ્યા હતા.

વલસાડ જિલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલા દ્વારા ધૂળેટી પર્વનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં એક ખાડો બનાવી તેમાં કુદરતી માટીનો કાદવ બનાવ્યો હતો. તો બીજી તરફ એક ખાડામાં કૃત્રિમ કુંડ બનાવ્યું હતુ. આ સાથે હર્બલ કલર પણ રખાયા હતા. ડીજેના તાલે જિલ્લાના તમામ પોલીસ મથકના પોલીસ અધિકારીઓ કર્મચારીઓ અહીં હોળી રમવા ઉમટી પડ્યા હતા. તેમણે એક બીજાને કલર લગાવી કાદવના ખાડામાં રગદોળ્યા હતા. જેમાં પત્રકારો પણ જોડાયા હતા. તેમને પણ કાદવના ખાડામાં નાખી હોળીની ઉજવણી ખૂબ જ ઉત્સાહથી કરાઇ હતી. જેની સાથે ડીજેના તાલમાં પોલીસ વડા, ડીવાયએસપી થી લઇ કોન્સ્ટેબલો ઝૂમ્યા હતા. હોળી બાદ અલ્પાહાર લઇ છૂટા પડ્યા હતા.

વલસાડમાં આ સિવાય કોઇ સોસાયટીમાં ડીજે અને ફૂવારા સાથે રેઇન ડાન્સ યોજાયો હતો. શહેરના તમામ ગલી, મહોલ્લા અને સોસાયટીના લોકો સવારે હોળી રમી તિથલ પહોંચ્યા હતા. ત્યાં પણ હોળી રમી લોકો દરિયામાં નાહતા જોવા મળ્યા હતા.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!