VALSADVALSAD CITY / TALUKO

લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે વલસાડ જિલ્લામાં વિધાનસભા સીટ પ્રમાણે ૧૨૧૫ પ્રિસાઇડીંગ ઓફિસરોને તાલીમ અપાઈ

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૨૮ માર્ચ

લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ સંદર્ભે ૨૬-વલસાડ સંસદીય મતવિસ્તારમાં ચુંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં સરળતા રીતે સમ્પન્ન થાય તે માટે ભારતના ચુંટણી પંચ દ્વારા આદર્શ આચારસંહિતા બહાર પાડવામાં આવી છે. જે અન્વયે લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ દરમ્યાન સરકારી કર્મચારી/અધિકારીઓને ફરજના ભાગરૂપે વિવિધ કામગીરી સોંપવામાં આવી છે.

વલસાડ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી આયુષ ઓક દ્વારા વિધાનસભા વાઇઝ ચુંટણી કામગીરી અંગેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે ૧૭૯-વલસાડ વિધાનસભામાં સરકારી કર્મચારી/અધિકારીઓને પ્રિસાઇડીંગ ઓફિસર તરીકેની ફરજ બજાવવા અર્થે નિમણુક કરવામાં આવી છે. તેઓને THEORY+EVM/VVPAT અંગેની હેન્સ ઓન પ્રથમ તાલીમ વલસાડના મોરારજી દેસાઇ ઓડિટોરિયમ ખાતે તા. ૨૭-૦૩-૨૦૨૪ રોજ સવારે ૧૦:૩૦ થી ૧૩:૦૦ કલાક સુધી અને ૧૪:૩૦ કલાક થી ૧૭:૦૦ કલાક સુધી બે તબક્કામાં આપવામાં આવી હતી, જેમાં કુલ ૩૨૭ પ્રિસાઇડીંગ ઓફિસરોને વિધાનસભા વાઇઝ તાલીમમાં માસ્ટર ટ્રેનર દ્વારા તાલીમાર્થીઓને કામગીરી અને જવાબદારીઓ બાબતે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યુ હતું. આ જ રીતે ૧૭૮-ધરમપુર વિધાનસભામાં આદર્શ નિવાસી શાળા બામટી ખાતે ૩૮૫ પ્રિસાઈડીંગ ઓફિસરો, ૧૮૦-પારડી વિધાનસભામાં મોરારજી દેસાઇ હોલ, પારડી ખાતે ૩૦૦ પ્રિસાઈડીંગ ઓફિસરો અને ૧૮૨- ઉમરગામ વિધાનસભામાં લક્ષ્મી વિદ્યાપીઠ, સરીગામ ખાતે ૨૦૩ પ્રિસાઈડીંગ ઓફિસરોને તાલીમ આપવામાં આવી હતી. આમ, કુલ ચાર વિધાનસભા બેઠક પર ૧૨૧૫ પ્રિસાઈડીંગ ઓફિસરોને તાલીમ અપાઈ હતી.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!