BODELICHHOTA UDAIPURGUJARAT

બોડેલીના હોન્ડા બાઇક શોરૂમમાં અચાનક આગ લાગતા અફતા તફરી નો માહોલ સર્જાયો…

બોડેલીના નામાંકિત હોન્ડા બાઈક શોરૂમમાં ભયંકર આગ આજે ગુરુવારે વહેલી સવારનો બનાવ

બાઈકો સહિત તમામ સામાન બળીને ખાક કરોડો નુકસાન થયું હોવાનું પ્રાથમિક તારણ આજે વહેલી સવારે છોટાઉદેપુર બોડેલી હાઇવે રોડ ઢોકલીયા ચાર રસ્તા પાસે આવેલ હોન્ડા બાઇક શોરૂમમાં અચાનક આગ ભભુકી ઉઠી હતી જોતજોતા માં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

ઘટના ની જાણ સ્થાનિક ફાયર ફાઈટરને કરાતા ફાયર ફાઈટર એ આગને કાબુમાં લેવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ કોઈ પણ સામાન બચાવી શક્યા ન હતા ઘટનાની જાણ બોડેલી પોલીસને કરાતા બોડેલી પોલીસ પણ ધટના સ્થળે આવી પહોંચી હતી.

આગ લાગ્યા ની વાત બોડેલી નગરમાં વાયુવેગે પ્રસરતા લોકો ના ટોળા મોટી સંખ્યામાં સ્થળ ઉપર ઉમટી પડ્યા હતા.

આગ લાગવાનું કારણ હાલ કોઈ પણ જાણકારી મળેલ નથી.

બોડેલીમાં અપૂરતી ફાયર ફાઈટર સેવા હોવાની ચર્ચાઓ પણ લોક મૂખે ચર્ચાઇ રહી હતી.

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!