DASADAGUJARATSURENDRANAGAR

દસાડાના ખારાઘોડા ગામે યોજાયો મતદાન જાગૃતિ કાર્યક્રમ, સપરિવાર અવશ્ય મતદાનના શપથ લેતા અગરિયાઓ

ઝાલાવાડનો છેવાડાનો માનવી પણ અચૂક મતદાન કરે તે માટે મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલ કંપનીઓના માલિકો સાથે થયા મતદાન જાગૃતિ માટે એમઓયુ

તા.06/04/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ઝાલાવાડનો છેવાડાનો માનવી પણ અચૂક મતદાન કરે તે માટે મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલ કંપનીઓના માલિકો સાથે થયા મતદાન જાગૃતિ માટે એમઓયુ
લોકશાહીનું પર્વ અને દેશનું ગર્વ એવી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે તા. ૦૭ મે ના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે ત્યારે દરેક વ્યક્તિ મતદાન બાબતે જાગૃત બને અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીની પ્રક્રિયામાં ભાગીદાર બને તે માટે ૦૯-સુરેન્દ્રનગર સંસદીય મતવિસ્તારમાં એક પણ મતદાર મતદાનથી વંચિત ન રહે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી કે.સી.સંપટના દિશા-નિર્દેશ હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ખાસ કરીને પછાત અને છેવાડાના વિસ્તારમાં જે લોકો મતદાન બાબતે જાગૃત નથી તે લોકોને જાગૃત કરવાના હેતુથી સ્વીપ (સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટિસિપેશન) અભિયાન અન્વયે મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓને વેગ આપવામાં આવી રહ્યો છે આ પ્રવૃતિઓના ભાગરૂપે ૬૦-દસાડા(અ.જા) વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ કચ્છના નાના રણની સરહદે આવેલું અને સુરેન્દ્રનગરના છેવાડાના ગામ એવા ખારાઘોડામાં અનેક અગરિયાઓ વસવાટ કરી રહ્યા છે ત્યારે છેવાડાનો મતદાર પણ મતદાન કરવાથી વંચિત ન રહે તે માટે તેઓને મતદાન બાબતે જાગૃત કરવા માટે મદદનીશ ચૂંટણી અધિકારી, પાટડી અને આસિસ્ટન્ટ કલેકટર જયંત સિંહ રાઠૌરની અધ્યક્ષતામાં મીઠું અને તેની આડપેદાશોના ઉત્પાદન સાથે સંકળાયેલ કંપનીઓમાં કામ કરતા અગરિયા, મજુરો, કર્મચારીઓ, વેપારીઓમાં મતદાન અંગે જાગૃતિ કેળવાય તે હેતુસર મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં કર્મયોગીઓને ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ સવેતન રજા મળે તે સુનિશ્ચિત કરવા તેમજ દરેક મતદાર મતદાન કરે તે માટે મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલ કંપનીઓના માલિકો સાથે મતદાન જાગૃતિ માટે MoU (એમઓયુ) કરવામાં આવ્યા હતા મત આપવો એ દરેક નાગરિકનો અધિકાર અને ફરજ છે ત્યારે ઉપસ્થિત સર્વેએ સપરિવાર અવશ્ય મતદાન કરવા અને કરાવવા માટે “હું અવશ્ય મતદાન કરીશ” નાં શપથ લીધા હતા આ તકે મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલ જુદી જુદી કંપનીઓના માલિક-ડીરેક્ટર, પાટડી પ્રાંત કચેરી નાયબ મામલતદારઓ એસ કે મકવાણા, એસ એ ગોહિલ, દસાડા મામલતદાર કચેરી નાયબ મામલતદાર એમ આર પટેલ, ખારાઘોડા તલાટી વિપુલભાઈ સોલંકી સહીત સંબધિત વિભાગના કર્મચારીઓ તથા બહોળી સંખ્યામાં અગરિયા પરિવારો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!