VALSADVAPI

વાપીના સુલપડમાં મતદાન વધારવા માટે સ્વીપ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

‘‘આપણા ગામમાં વોટીંગ છે આજે…’’ ગીત દ્વારા મતદારોને એક એક વોટનું મહત્વ સમજાવાયું

—-

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૮ એપ્રિલ

લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ અંતર્ગત તા. ૭ મે ના રોજ વધુમાં વધુ મતદાન થાય તે માટે વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી -વ- જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકના માર્ગદર્શન હેઠળ સ્વીપ મેનેજમેન્ટ કમિટીના વલસાડ જિલ્લાના સ્વીપ નોડલ અધિકારી -વ- જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી.વસાવા અને સ્વીપની ટીમ દ્વારા જિલ્લાભરમાં ઠેર ઠેર મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે સંદર્ભે તા. ૮ એપ્રિલના રોજ વાપી તાલુકાના સુલપડ ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં વોર્ડ નં. ૪ અને ૬ ના મતદારો માટે  મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે શાળાના આચાર્ય દીલિપભાઈએ મતદાનનું મહત્વ સમજાવ્યું હતું. ‘‘આપણા ગામમાં વોટીંગ છે આજે…’’ મતદાન જાગૃતિ ગીત દ્વારા મતદારોને એક એક વોટનું મહત્વ શું છે તે જણાવવામાં આવ્યું હતું. વાપીના બીઆરસી કો-ઓર્ડિનેટર અશ્વિનભાઈ દ્વારા મતદારોને લોકશાહીમાં મતદારને રાજા કેમ કહેવામાં આવે છે તે અંગે પ્રકાશ પાડ્યો હતો. સીઆરસી કો-ઓર્ડિનેટર તેમજ વાપી નગરપાલિકાના વોર્ડ નં. ૧૦ના સભ્યો ગંગાબેન હળપતિ, ઈન્દુબેન, મંગેશભાઈ તેમજ દિવ્યેશભાઈએ પણ કાર્યક્રમ હાજર રહી મતદારોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમનો અંદાજે ૭૫ મતદારોએ લાભ લીધો હતો. જેઓ મતદાનનો અધિકાર અને વધુમાં વધુ મતદાન થાય તે માટેનો જાગૃતિ સંદેશ અન્ય લોકો સુધી પહોંચાડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત લોકસભા ૨૦૧૯ની ચૂંટણીમાં વલસાડ જિલ્લામાં જે મતદાન મથકો પર ઓછુ મતદાન થયુ હતું તે મતદાન મથકોની છણાવટ કરી તેવા બુથ પર આગામી તા. ૭ મે ના રોજ મતદાનનું પ્રમાણ વધારવા માટે સ્વીપ મેનેજમેન્ટ કમિટી દ્વારા ચૂંટણી પૂર્વે જોરશોરથી મતદાન જાગૃતિ અર્થે પ્રચાર પ્રસાર કાર્ય ચાલી રહ્યું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!