DEVBHOOMI DWARKA

મુક્ત અને પારદર્શક ચૂંટણી યોજાય તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ

માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા

       લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની ૦૫ બેઠકો માટેની પેટાચૂંટણી સંદર્ભે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીના અધ્યક્ષસ્થાને કાયદો અને વ્યવસ્થા અંગે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓ, પોલીસ કમિશનરશ્રીઓ તથા પોલીસ અધિક્ષકશ્રીઓ સાથે વીડિયો કૉન્ફરન્સ યોજાઈ હતી.

        જેમાં  કાયદો અને વ્યવસ્થા, ક્રિટીકલ મેપિંગ, પોસ્ટલ બેલેટ, સી-વિજીલ અને જિલ્લા કંટ્રોલ રૂમ પર આવતી ફરિયાદ, અબ્સેન્ટ વોટરના વોટિંગ, ઈ.વી.એમ રેન્ડમાઈઝેશન, સ્ટેચ્યુટરી એક્ટિવિટી, પોલિંગ સ્ટાફની ટ્રેનીંગ અને પોલિંગ સ્ટાફને પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરાવવા બાબતે  કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

        આ અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર શ્રી જી.ટી.પંડ્યાએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુક્ત અને પારદર્શક રીતે ચૂંટણી યોજાય તે અંગે જરૂરી તૈયારીઓ કરવામાં આવી છે તેમ જણાવાયું હતું.આ વીડિયો કોન્ફરન્સમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય પણ ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!