DASADAGUJARATSURENDRANAGAR

પાટડી જરવલા રોડ પર આવેલા વૃક્ષોમાં અચાનક આગ લાગતા 15 વૃક્ષો આગની ચપેટમાં આવ્યા.

તા.10/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પાટડી જરવલા રોડ પર આવેલા હડમતીયા હનુમાન મંદિર પાસે રોડ સાઈડના વૃક્ષોમાં અગમ્ય કારણોસર આગ લાગતા પંદર જેટલા વૃક્ષો આગની ચપેટમાં આવ્યા હતા પાટડી નગરપાલિકા ફાયર ફાયટર ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો પાટડી વિરમગામ રોડ પર હળમતિયા હનુમાન મંદિરના બોર્ડ પાસે રોડ સાઈડ કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા ધુમાળાના ગોટે ગોટા જોવા મળ્યા હતા અને આગથી રોડ પર વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો આ ઉપરાંત વર્ષોની મહેનતથી ઉછરેલા વડ, પીપળો, લીમડો, વખડો સહિતના પંદરથી વધુ વૃક્ષો આગની ચપેટમાં આવ્યા હતા આ ગોઝારી ઘટનાની જાણ પાટડી નગરપાલિકા ફાયર ફાઈટર ટીમને કરવામાં આવતા પાટડી ફાયર ફાઈટર ટીમના સનાભાઈ ઠાકોર તથા પાટડી સેનેટરી ઇન્સ્પેક્ટર હર્ષદભાઈ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો જેમાં પાણીનો મારો ચલાવનારે પ્રાથમિક સુરક્ષાના સાધનો પહેરેલા ન હોવાથી માથા પર ઓઢેલો રૂમાલ પણ આગની ચપેટમા આવ્યો હતો સદનસીબે અન્ય કર્મચારીનુ ધ્યાન જતાં હાની ટળી હતી પાટડી નગરપાલિકા ફાયર ફાઈટર ટીમ પાસે સુરક્ષાના સાધનો ન હોવા છતાં જીવના જોખમે ફરજ બજાવતા જોવા મળ્યા હતા ત્યારે આ આગ માનવ સર્જિત હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું ત્યારે પાટડી જરવલા રોડ આગ લાગી પંદર જેટલા વૃક્ષો આગની ચપેટમાં આવી જતા પર્યાવરણ પ્રેમીઓમાં રોસની લાગણી ફેલાઈ જવા પામી હતી.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!