GUJARATSURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર ટાગોર બાગમાં રમત ગમતનાં સાધનોની હાલત બિસ્માર, રિપેરિંગ કરવા લોકમાંગ

તા.12/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાની શાળાઓમાં આગામી દિવસોમાં ઉનાળાનું વેકેશન પડવાનું છે ત્યારે બાળકો વેકેશન રમત ગમત અને આનંદ પ્રમોદમાં પસાર કરે છે સુરેન્દ્રનગરમાં એક માત્ર ફરવા રમવા ટાગોર બાગ આવેલો છે પરંતુ અહી રાઇડો મોટા ભાગે તૂટેલી કે બિસ્માર હોવાથી રમતગમત માટે રિપેરીંગ કરવા લોકમાંગ ઉઠી છે સુરેન્દ્રનગર જિલ્લાની શાળાઓમાં હાલ ધો.1થી 8ની સત્રાંશ પરીક્ષાઓ ચાલી રહી છે જે પૂર્ણ થયા બાદ 35 દિવસનું ઉનાળુ વેકેશન જાહેર થશે પરંતુ શહેરના મુખ્ય વિસ્તારમાં રમવા અને ફરવા લાયક એવા ટાગોર બાગ ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે આ બાગ વર્ષ 2005માં બાળકો માટે ક્રિડાંગણ સહિત બનાવવામાં આવ્યું હતું જેને 4 ભાગોમાં વહેંચી લપસીયા, હિંચકા સહિતની રાઇડોથી સુસજ્જ કરાયો હતો પરંતુ હાલ આ બગીચો યોગ્ય સાર સંભાળ અને રિપેરીંગના અભાવે બિસ્માર હાલતમાં થઇ ગયો છે અહીં હિંચકા બાંધવાના થાંભલા છે પણ હિંચકા નથી, ક્યાંક હિંચકા છે તો તે પડુ પડુ હાલતમાં છે જ્યારે લપસણીઓ વચ્ચેથી જર્જરિત હોવાથી બાળકો લપસે તો ઇજા થવાનો ભય છે જ્યારે સફાઇના અભાવે પક્ષીઓના ચરકથી બિસમાર ભાસે છે બગીચાની સંરક્ષણ એંગલો કાટ ખઇ ગયેલી દીવાલો પણ તૂટેલી હાલતમાં છે આવામાં બાળકો જાય તો રમવા જાય ક્યાં આ બગીચો સફાઇ કરી અને રમવાલાયક બને તો બાળકોને વેકેશનનો આનંદ માણી શકે છે આથી બાળકોના હિતમાં યોગ્ય નિર્ણય લઇ રિપેરીંગ કામ કરાવવા લોક માંગ ઉઠી છે.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!