વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
લોકસભાની સામાન્ય ચૂંટણી, ૨૦૨૪ને અનુલક્ષીને ૨૬-વલસાડ (S.T) સંસદીય મતવિભાગમાં સમાવિષ્ટ, ૧૭૩-ડાંગ (S.T) મતદાર વિભાગનું મતદાન પણ, રાજ્ય સમસ્તની જેમ ત્રીજા ચરણમાં એટલે કે આગામી તા.૭/૫/૨૦૨૪ના રોજ યોજાનાર છે.
ત્યારે જિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરી, લોકશાહીના પર્વમાં ઉમળાભેર સહભાગી થાય અને મુક્ત મને મતદાન કરી શકે તેવા સક્રિય પ્રયાસો, ડાંગ જિલ્લા ચૂંટણી અધિકારી વ કલેક્ટર શ્રી મહેશ પટેલના નેતૃત્વમાં યોજાઈ રહ્યા છે.
ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે ખાસ કરીને જાહેર રજાઓમાં અહીં આવતા પ્રવાસીઓ અને સ્થાનિક પ્રજાજનો માટે ‘મતદાર જાગૃતિ અભિયાન કાર્યક્રમ’ અંતર્ગત સિગ્નેચર કેમ્પેઇન સહિતના શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજાવામાં આવી રહ્યા છે.
જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મહેશ પટેલે પણ આહવા ખાતે સિગ્નેચર કેમ્પેઇનના ‘હું મતદાન અવશ્ય કરીશ’ની નેમ સાથે સિગ્નેચર કેમ્પેઇનમા ભાગ લઇ, જિલ્લાના મતદારોને આ કેમ્પેઇનમા જોડાવા અનુરોધ કર્યો છે.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.