AHAVADANGGUJARAT

Dang: મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત સાપુતારા ખાતે સિગ્નેચર કેમ્પેઇન સહિતના કાર્યક્રમો યોજાયા

લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો મતદાન કરી સહભાગી બને તે માટે મતદાર જાગૃતિ અભિયાન.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
લોકસભાની સામાન્ય ચૂંટણી, ૨૦૨૪ને અનુલક્ષીને ૨૬-વલસાડ (S.T) સંસદીય મતવિભાગમાં સમાવિષ્ટ, ૧૭૩-ડાંગ (S.T) મતદાર વિભાગનું મતદાન પણ, રાજ્ય સમસ્તની જેમ ત્રીજા ચરણમાં એટલે કે આગામી તા.૭/૫/૨૦૨૪ના રોજ યોજાનાર છે.
ત્યારે જિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરી, લોકશાહીના પર્વમાં ઉમળાભેર સહભાગી થાય અને મુક્ત મને મતદાન કરી શકે તેવા સક્રિય પ્રયાસો, ડાંગ જિલ્લા ચૂંટણી અધિકારી વ કલેક્ટર શ્રી મહેશ પટેલના નેતૃત્વમાં યોજાઈ રહ્યા છે.

ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે ખાસ કરીને જાહેર રજાઓમાં અહીં આવતા પ્રવાસીઓ અને સ્થાનિક પ્રજાજનો માટે ‘મતદાર જાગૃતિ અભિયાન કાર્યક્રમ’ અંતર્ગત સિગ્નેચર કેમ્પેઇન સહિતના શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજાવામાં આવી રહ્યા છે.

જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મહેશ પટેલે પણ આહવા ખાતે સિગ્નેચર કેમ્પેઇનના ‘હું મતદાન અવશ્ય કરીશ’ની નેમ સાથે સિગ્નેચર કેમ્પેઇનમા ભાગ લઇ, જિલ્લાના મતદારોને આ કેમ્પેઇનમા જોડાવા અનુરોધ કર્યો છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!