BHUJGUJARATKUTCH

મતદાનના દિવસે મતદાન મથકની ૧૦૦ મીટર ત્રિજયા વિસ્તાર તેમજ મતદાન મથકમાં ઈલેકટ્રોનિક ઉપકરણો ઉપર પ્રતિબંધ.

વાત્સલ્યમ્ સમાચાર.

બ્યુરોચીફ  :-બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.  રિપોર્ટર  :- રમેશ મહેશ્વરી-ભુજ કચ્છ.

ભુજ,તા-04 મે : લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની તારીખો જાહેર થયેલ છે. જે મુજબ તા.૧૬/૦૩/૨૦૨૪થી ચૂંટણીને અનુલક્ષીને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલી છે અને કચ્છ જિલ્લામાં તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન થનાર છે. ચૂંટણીની કામગીરી તા.૦૬/૦૬/૨૦૨૪ સુધી ચાલશે. આગામી લોકસભા સામાન્ય ચૂંટણીની કામગીરી દરમિયાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે જરૂરી જાહેરનામા બહાર પાડવા માટે ભારતના ચૂંટણી પંચ તરફથી સૂચનાઓ આપવામાં આવેલી છે.  ભારતના ચૂંટણી પંચે, મતદાનના દિવસે મતદાન બૂથની આસપાસ તથા મત ગણતરીના દિવસે મત ગણતરી કેન્દ્ર ખાતે નિવારક પગલાં લેવા બાબતે જરૂરી સૂચનાઓ આપેલી છે. જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અમિત અરોરા, કચ્છ – ભુજ,દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪થી સમગ્ર કચ્છ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ સંદર્ભે મતદાનના દિવસે મતદાન બૂથની આસપાસ તથા મત ગણતરીના દિવસે મત ગણતરી કેન્દ્ર ખાતે નિવારક પગલાં લેવા બાબતે નીચે મુજબના હુકમો કરવામાં આવ્યા છે.મતદાનના દિવસ તા.૦૭/૦૫/૨૦૨૪ મતદાન મથકમાં કે મતદાન મથકની ૧૦૦મી ત્રિજ્યામાં કોઈપણ વ્યક્તિ સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ વિગેરે લઈને જઈ શકશે નહીં કે ઉપયોગ કરી શકશે નહીં. કે વાયરલેસ ડીવાઈસીસ જેવા કે બ્લૂ ટૂથ, પેન કેમેરા, મોબાઈલ કે ઈન્ટરનેટ સાથે કનેક્ટેડ ઉપકરણો કે અન્ય કોઈ પણ ઈલેક્ટ્રોનિક સાધનો લઈ જઈ શકશે નહીંઆ જાહેરનામું નીચેની વ્યક્તિઓ/બાબતોને લાગુ પડશે નહી.કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના ચાર્જમાં હોય તેવા અઘિકારીઓ અને ફરજ પર મુકેલા સલામતી માટેના કર્મચારીઓ તથા અધિકૃત કરેલ ચૂંટણી ફરજ પરના અધિકારી/કર્મચારીઓ. કોઈ રાજકીય પક્ષ/ઉમેદવાર કે આવા કોઈ વ્યક્તિ દ્વારા ઉકત નિયમોનો ભંગ કરવામાં આવશે તો ભારતીય ફોજદારી ધારાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાપાત્ર કાર્યવાહીને પાત્ર ઠરશે.ફોજદારી કાર્યરીતિ અધિનિયમની કલમ-૧૯૫ની આદેશાત્મક જોગવાઈઓ ધ્યાને લઈ આ જાહેરનામાનો ભંગ બદલ ભારતીય ફોજદારી ધારાની કલમ -૧૮૮ અન્વયે આ જાહેરનામા હેઠળ તપાસ કરવાના, જાહેરનામાના પાલન કરવાના, અને તપાસના અંતે ચાર્જશીટ રજૂ કરવાના અધિકાર જિલ્લાના પોલિસ અધિકારીશ્રીઓ તેમજ હેડ કોન્સ્ટેબલ કે તે ઉપરના કર્મચારીઓને રહેશે.

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!