BHUJGUJARATKUTCH

ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા સમગ્ર જિલ્લામાં મતદાન જાગૃતિ અંતર્ગત શેરી નાટકોનું આયોજન કરવામાં આવ્યું.

વાત્સલ્યમ્ સમાચાર.

બ્યુરોચીફ  :- બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.

ભુજશનતા-04 મે : લોકસભા ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત જિલ્લામાં મતદાન જાગૃતિ બાબતે વિવિધ પ્રવૃત્તિઓ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી અમિત અરોરા અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મેહુલ દેસાઈના માર્ગદર્શન હેઠળ થઈ રહી છે. ત્યારે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કચ્છ વિભાગ દ્વારા નાટક મંડળીઓના માધ્યમથી જિલ્લાના તમામ વિધાનસભા મત વિસ્તારોમાં શેરી નાટકોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાટક મંડળીઓ દ્વારા મતદારોની વચ્ચે જઈને મતદાન જાગૃતિનો સંદેશ વહેતો કરવામાં આવ્યો હતો.જિલ્લામાં મતદાનની ટકાવારી વધે હેતુસર જિલ્લામાં મતદાન જાગૃતિ વિષયક વિવિધ પ્રવૃત્તિઓ SVEEP હેઠળ થઇ રહી છે ત્યારે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા સમગ્ર જિલ્લામાં મતદાન જાગૃતિ અંતર્ગત શેરી નાટકોનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના વિવિધ સ્થળો જેવા કે માંડવી ITI, કેરા ITI, અંજાર ITI, નર્સિંગ કોલેજ મેઘપર બોરીચી, ભુજમાં એન્જિનિયરીંગ કોલેજ જેવા વિવિધ ૬ જેટલા સ્થળોએ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળો મતદાર વર્ગ નાટકોને નિહાળવા એકઠો થયો હતો.શેરી નાટકોના સમગ્ર કાર્યક્રમના આયોજનમાં માહિતી અને પ્રસારણ મંત્રાલય કચ્છ ઝોનના શ્રી કમલેશભાઈ મહેશ્વરી અને તેમની ટીમ દ્વારા નાટકો રજૂ કરવામાં આવ્યા હતા અને જિલ્લા TIP નોડલ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ.કે.પ્રજાપતિ, જિલ્લા SVEEP નોડલ શ્રી બી.એમ.વાઘેલા, મદદનીશ SVEEP નોડલ શ્રી શિવુભા ભાટી, શ્રી જી.જી.નાકર અને તેમની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!