GUJARATNAVSARI

ગણદેવી નગરપાલિકા વિસ્તારમાં ઔદ્યોગિક એકમ/સંસ્થાના કર્મચારી/કામદારોને મતદાનના દિવસે સવેતન રજા મળશે

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
ગણદેવી નગરપાલિકા વિસ્તારમાં આવેલા તમામ દુકાન અને વાણિજ્ય સંસ્થાના માલિકો વ્યવસ્થાપકો અને મેનેજરોને જાણ કરવામાં આવે છે કે, આગામી ગુજરાત- ૨૫ નવસારી લોકસભા સંસદીય વિભાગમાં સમાવિષ્ટ ૧૭૬- ગણદેવી વિધાનસભા મતવિસ્તાર સામાન્ય ચુંટણી- ૨૦૨૪ તા.૦૭/૦૫/૨૦૨૪ ને મંગળવારના રોજ યોજાનાર છે. તે દિવસે ગણદેવી નગરપાલિકા વિસ્તારમાં તમામ મતદાર કામદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે લોક પ્રતિનિધિત્વ ધારા ૧૯૫૧ની કલમ- ૧૩૫(બી) ની જોગવાઇઓ અનુસાર ગણદેવી નગરપાલિકા વિસ્તારમાં આવેલ સંસ્થા અધિનિયમ-૨૦૧૯ અન્વયે નોધાયેલ ગુજરાત દુકાન અને વાણિજય સંસ્થા હોટલ વાણિજય સંસ્થા જાહેર આનંદ પ્રમોદની સંસ્થાઓ ફેક્ટરી કંપનીઓ વિગેરેમાં કામ કરતાં અને મતાધિકાર ધરાવતા કોઈ પણ કામદાર / કર્મચારી રોજમદાર /છૂટક પરચુરણ કામદારો સહિતનાને મતદાનના દિવસે સવેતન રજા મંજૂર કરવાની રહેશે તથા ઈમરજન્સી કર્મચારીઓની બે કલાક ની છૂટ આપવાની રહેશે. આ કાયદાની જોગવાઈ વિરૂધ્ધનું વર્તન કાયદા હેઠળ દંડ અને શિક્ષાને પાત્ર થશે. તેમ ચીફ ઓફિસર ગણદેવી નગરપાલિકાની યાદીમાં જણાવાયું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!