BHUJGUJARATKUTCH

૧૫ દિવસીય સઘન કાર્યક્રમ અંતર્ગત ગાંધીધામમાં ફ્લેશ મોબ કાર્યક્રમ અંતર્ગત જાહેર સ્થળોએ બેન્ડની પ્રસ્તૃતિ કરીને મતદાન જાગૃતિ લાવવા પ્રયાસ કરાયો.

વાત્સલ્યમ્ સમાચાર.

બ્યુરોચીફ  :- બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-ભુજ કચ્છ.

ભુજ, તા-04 મે : લોકસભા ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત જિલ્લામાં મતદાન જાગૃતિ બાબતે વિવિધ પ્રવૃત્તિઓ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી અમિત અરોરા અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મેહુલ દેસાઈના માર્ગદર્શન હેઠળ થઈ રહી છે ત્યારે ચૂંટણી પંચ ગુજરાત રાજ્ય દ્વારા આપવામાં આવેલ ૧૫ દિવસીય મતદાન જાગૃતિ કાર્યક્રમ અન્વયે આજરોજ ગાંધીધામ ફ્લેશ મોબ અંતર્ગત શહેરમાં બેન્ડની ટીમ દ્વારા જ્યાં જાહેર જનતાની ભીડ વધુ રહે છે તેવા સ્થળોએ બેન્ડની પ્રસ્તુતિ દ્વારા મતદાન જાગૃતિ ફેલાવવાનો કાર્યકમ યોજાયો હતો.આજે ફ્લેશ મોબ અંતર્ગત ગાંધીધામ શહેરની વિવિધ શૈક્ષણિક તેમજ સામાજિક સંસ્થાઓએ બેન્ડની પ્રસ્તુતિ રજૂ કરી હતી જેમાં – સ્માર્ટ સ્પોર્ટ્સ સ્કૂલ ,ગાંધીધામ, સી.જી.હાઇસ્કૂલ,ગાંધીધામ, યોગ બોર્ડ ગુજરાત,ગાંધીધામ શાખા જેવી સંસ્થાના સ્વયં સેવકો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા ગાંધીધામ શહેરના જાહેર માર્ગો ઉપરાંત જાહેર સ્થળોએ બેન્ડની પ્રસ્તુતિ કરવામાં આવી હતી અને બહોળા મતદાર વર્ગ સુધી મતદાન જાગૃતિનો સંદેશ વહેતો કરવામાં આવ્યો હતો.આજના આ સમગ્ર ફેલશ મોબ્ કાર્યક્રમના આયોજનમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી હિમાંશુભાઈ સીજુ અને તેમની ટીમ, સ્પોર્ટ્સ ક્લબના જાગૃતિબેન ઠાકુર, યોગ બોર્ડ ગુજરાતની ગાંધીધામ શાખાના કોર્ડીનેટર શ્રી ભૂપતસિંહ સોઢાનો તેમજ તમામ BLO નો સહયોગ મળ્યો હતો.સમગ્ર કાર્યક્રમનું સંકલન અને આયોજન TIP નોડલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ.કે.પ્રજાપતિના નેજા હેઠળ SVEEP નોડલ અધિકારી શ્રી બી.એમ.વાઘેલા, મદદનીશ નોડલ શ્રી જી.જી.નાકર, શ્રી શિવુભા ભાટી અને તેમની ટીમના વિજયભાઈ, અર્ચનાબેન, માયાબેન અને હીનાબેન દ્વારા કરવામાં આવ્યું હતું.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!