JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

સી-વીજીલ કંટ્રોલ રૂમનીની મુલાકાત લેતા ખર્ચ ઓબ્ઝર્વર શ્રી રજત દત્તા

જૂનાગઢ તા.૧૪  ખર્ચ ઓબ્ઝર્વર શ્રી રજત દત્તાએ કલેકટર કચેરી ખાતે કાર્યરત સી-વીજીલ કંટ્રોલરૂમની પણ મુલાકાત લીધી હતી.

લોકસભા ચૂંટણી અન્વયે આદર્શ આચારસંહિતા ભંગની ફરિયાદોના નિરાકરણ માટે   સીવીજીલ કંટ્રોલરૂમ કાર્યરત કરાયો છે. ખર્ચ ઓબ્ઝર્વર શ્રી રજત દત્તાએ સી-વીજીલ કંટ્રોલરૂમની મુલાકાત લઈ જરૂરી નિરીક્ષણ કરવાની સાથે ફરજરત અધિકારી-કર્મચારીઓને ચૂંટણી પંચ દ્વારા નિર્ધારિત થયેલ માર્ગદર્શિક અનુસરવા માટે પણ માર્ગદર્શન આપ્યું હતું.

આ મુલાકાત દરમિયાન જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિલ રાણાવસિયા, જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી શ્રી નીતિન સાંગવાન, ગીર સોમનાથના જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી હર્ષ પટેલ સહિતના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!