GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટમાં વોટસન મ્યુઝિયમ ખાતે ‘વિશ્વ હેરીટેજ દિવસ’ની ઉજવણી કરાશે

તા.૧૬/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

૧૮થી ૨૧ એપ્રિલ સુધી સ્મારકોની તસવીરોનું પ્રદર્શન અને ૧૮મીએ સ્થાપત્યોનો શોર્ટ વિડીઓ નિહાળી શકાશે

Rajkot: ગુજરાત સરકારના પુરાતત્વ અને સંગ્રહાલય ખાતા હસ્તકના વોટસન મ્યુઝિયમ, રાજકોટ અને પુરાતત્વ ખાતુ, પશ્ચિમ વર્તુળ, રાજકોટના સંયુક્ત ઉપક્રમે તા. ૧૮ એપ્રિલ – વિશ્વ હેરીટેજ દિવસની ઉજવણી કરવામાં આવશે. જે નિમિત્તે તા. ૧૮ એપ્રિલથી ૨૧ એપ્રિલ સુધી વોટસન મ્યુઝિયમ ખાતે સ્થાપત્યકિય ઇતિહાસ આલેખતા ગુજરાતના રાજ્યરક્ષિત સ્મારકોની તસવીરોના ખાસ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો મૂળ ઉદેશ પ્રાચીન કલા અને સંસ્કૃતિના વારસારૂપ સ્થાપત્યોના સંરક્ષણ પ્રત્યે સભાનતા કેળવવાનો છે.

આ ઉપરાંત, તા. ૧૮ એપ્રિલના રોજ સાંજે ૪ કલાકે આધુનિક ટેક્નોલોજીથી યુવા પેઢીને વારસાની જાળવણી માટે જાગૃતિના નવિનતમ પ્રયાસરૂપે સ્મારકોની અનુભૂતિ થાય, તેવા સૌરાષ્ટ્રના હેરીટેજ સ્થાપત્યોના શોર્ટ વિડીઓ અને વી.આર. દર્શાવવામાં આવશે. મ્યુઝિયમ નિહાળવાનો સમય સવારે ૧૦ કલાકથી સાંજે ૫ કલાક સુધીનો છે. ત્યારે તસવીર પ્રદર્શન અને શોર્ટ વિડીઓ નિહાળવા કલાપ્રિય જનતાને મ્યુઝિયમના ક્યુરેટરશ્રી સંગીતાબેન રામાનુજની યાદીમાં આમંત્રણ પાઠવાયું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!