DEVBHOOMI DWARKADWARKA

દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા લોકસભાની ચૂંટણી અન્વયે મતદારોમાં જાગૃતતા કેળવવા વિવિધ કાર્યક્રમો યોજાયા

        એક પણ મતદાર મતદાનથી વંચિત ન રહે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી જી.ટી.પંડ્યાના દિશા-નિર્દેશ હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (SVEEP) અને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદાન અંગેની જાગૃત્તિ પ્રસરાવવામાં આવી રહી છે.

        ખંભાળિયા તાલુકાના રામનગર ગામે ચુનાવ પાઠશાળા કાર્યક્રમ યોજાયો હતો. ચૂંટણી ફરજ પરના અધિકારી-કર્મચારીશ્રીઓ દ્વારા ગ્રામજનોને મતદાનના મહત્વ વિશે સમજાવી મતદાન કરવા માર્ગદર્શન આપ્યું હતું. મતદાતા જાગૃત્તિ કાર્યક્રમમાં નાગરિકોએ મતદાનના શપથ લીધા હતા. લોકશાહીના આ અવસરમાં મતદાન કરવા, મતદાતાઓને તેમના મતદાનનું મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. તથા મહિલા મતદારો વધુમાં વધુ મતદાન કરે તે માટે આમંત્રણ પત્રિકાઓનું વિતરણ કરી અચૂક મતદાન કરવા મહિલા મતદારોને પ્રેરિત કરવામાં આવ્યા હતા.

        દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારોમાં કાર્યરત એકમોમાં કાર્યરત શ્રમિકોને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. વિવિધ ઔદ્યોગિક એકમોના માલિકોને શ્રમિક-મતદારોને મતદાનના દિવસે સવેતન રજા આપવા અંગે સમજૂતી આપવામાં આવી હતી. શ્રમિકોએ મતદાન શપથ લીધા હતા.

        કલ્યાણપુર તાલુકાના મણિપુર હાબરડી, ગઢકા, ભોપલકા, ખખરડા તેમજ સિદસરા સહિતના ગામે મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત ચુનાવ પાઠશાળાનું આયોજન હાથ ધરી મતદારોને મતદાનનું મહત્વ સમજાવી વધુમાં વધુ મતદાન કરવા અને અન્ય નાગરિકોને પણ મતદાન કરવા પ્રેરણા પૂરી પાડી જાગૃત્ત કરવા સમજ સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું. મહિલાઓને મતનું મૂલ્ય સમજાવી મતદાન કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું. મતદારોએ અચૂક મતદાનની પ્રતિજ્ઞા લીધી હતી.

        કલ્યાણપુર તાલુકાની સતાપર પ્રાથમિક શાળામાં ચુનાવ પાઠશાળા યોજવામાં આવી હતી. અને લોકશાહીના આ અવસરમાં મતદાન કરવા, મતદાતાઓને તેમના મતદાનનું મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. બાળકોએ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા કઈ રીતે થાય છે તે અંગે માહિતી મેળવી હતી.

        ખાસ મહિલા મતદારોમાં મતદાન જાગૃતતા કેળવાઈ અને મહિલાઓ વધુમાં વધુ મતદાન કરવા પ્રેરાય તેવા ઉમદા હેતુથી કલ્યાણપુર તાલુકાના લાંબા અને નાવદ્રા ગામે મતદાર જાગૃતિ પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

        ખંભાળિયા તાલુકાના વાડીનાર ખાતે “જાગો મતદાર જાગો” શેરી નાટક થકી મતદાર જાગૃતિ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેમાં નાટ્ય કલાકારોએ મતદાન જાગૃતિ સંદેશ આપતું પ્રેરણાત્મક નાટક પ્રસ્તુત કરી લોકોને મતદાન કરવા પ્રેરિત કર્યા હતા.  ખાસ કરીને મહિલા મતદાતાઓ સહપરિવાર મહત્તમ મતદાન કરે તે માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ મતદાન કરવા માટે આમંત્રણ પત્રિકાઓ વિતરણ કરવામાં આવી હતી.

        કલ્યાણપુર પી.જી.વી.સી.એલ કચેરી દ્વારા વીજ બિલ પર “તા.૦૭ મેના રોજ અચૂક મતદાન કરે  તથા “મતદાન જરૂર કરીએ” નો સંદેશ પાઠવતા સ્ટેમ્પ તૈયાર કરવામાં આવ્યા છે. લોકો સુધી રૂબરૂ પહોંચતા વીજ બિલ પર લગાવેલા સ્ટેમ્પ લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરી મતદાન જાગૃતિ અભિયાનને વધુ અસરકારક બનાવવાનો પ્રયાસ સરાહનીય છે.

        ઉપરાંત ભાણવડની પુરુષાર્થ વિદ્યાનિકેતનના વિદ્યાર્થીઓ દ્વારા “૧૦૦% મતદાન કરો”  પ્રતિકૃતિની માનવ સાંકળ બનાવી મતદાન જાગૃતિ અંગે સંદેશો અપાયો હતો.

        મોડેલ સ્કૂલ દ્વારકાના વિદ્યાર્થીઓએ વિવિધ પોસ્ટર દ્વારા મતદાર જાગૃતિ અંગેની રેલી યોજવામાં આવી હતી. ઉપરાંત લોકશાહીના મહાપર્વમાં સહભાગિતા અદા કરવા સંકલ્પબધ્ધ થયા હતા.

        ખંભાળિયા તાલુકાના ધરમપુર ગામ ખાતે આવેલ ટોલ ગેટ પર મતદાન કરવા પ્રેરણા આપતા સ્ટીકર લગાવી મતદારોમાં જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ટોલ ગેટ પર મતદાનની જાગૃતિના સ્ટીકર લગાવવામાં આવ્યા છે. જેમાં ‘યાદ રાખો તા. ૦૭/૦૫/૨૦૨૪’, ‘હું ચોક્કસપણે મતદાન  કરીશ જ…’ સહિતની વિગતો આપવામાં આવી છે. આમ મતદારોમાં મતદાન અંગેની જાગૃતિ લાવવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!