વઢવાણ 80 ફૂટ રોડ પર કારના ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા અકસ્માતમાં બાઈક ચાલકનું મોત.
તા.19/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
મૂળ અમદાવાદના અને હાલ સુરેન્દ્રનગરમાં રહેતા ચુડા સરકારી હાઇસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષક બાઇક લઇને ગુરૂવારે સુરેન્દ્રનગર બજારમાં જતા હતા આ દરમિયાન વઢવાણ શહેરના 80 ફૂટ રોડ ઉમિયા ટાઉનશિપ સામે રસ્તા ઉપર કારચાલકે બાઇકને અડફેટે લઇને અકસ્માત કર્યો હતો જેમાં ઇજાગ્રસ્ત શિક્ષકને ગાંધી હોસ્પિટલે લઇ જવાતા ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા મૃતકના ભાઈએ બી ડિવિઝન પોલીસ મથકે કારચાલક સામે ફરિયાદ નોંધાવી હતી મૂળ અમદાવાદ 279 રબારી કોલોની ઓઢવ વિસ્તારના અને ચુડા સરકારી હાઇસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા 45 વર્ષના રાજુભાઈ ભલાભાઈ દેસાઇ વઢવાણ નવો 80 ફૂટ રોડ કુન્તાપાર્ક સોસાયટીમાં પરિવાર સાથે રહે છે ત્યારે રાજુભાઈ રજા ઉપર હોવાથી બાઇક લઇને ગુરૂવારે બજારમાં જવા નીકળ્યા હતા દરમિયાન રસ્તામાં 80 ફૂટ રોડ, ઉમિયા ટાઉનશિપ સામે રોડ ઉપર પહોંચતા તેઓની પાછળ એક કારચાલકે કાર પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી આવી રાજુભાઈના બાઇક સાથે પાછળથી ભટકાડી અકસ્માત કર્યો હતો બી ડિવિઝન પોલીસ મથકના એએસઆઈ શક્તિસિંહ પી.ગોહિલ સહિતનો સ્ટાફ બનાવ સ્થળે દોડી જઇને તપાસ શરૂ કરી હતી રાજુભાઈને હોસ્પિટલમાં ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા ત્યારે ગાંધી હોસ્પિટલમાં મૃતકનું પીએમ કરાવીને તેમના પરિવારજનોને મૃતદેહ સોંપાયો હતો.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!