GUJARATSURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત સભાખંડ ખાતે ખર્ચ નિરીક્ષક અમિત મિશ્રાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

કોઈ પણ નાગરિક ભય વિના લોકશાહીના પર્વમાં ભાગ લઈ શકે તેવો માહોલ પુરો પાડવામાં દરેકની ભૂમિકા મહત્વપૂર્ણ છે - અમિતકુમાર મિશ્રા

તા.19/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

કોઈ પણ નાગરિક ભય વિના લોકશાહીના પર્વમાં ભાગ લઈ શકે તેવો માહોલ પુરો પાડવામાં દરેકની ભૂમિકા મહત્વપૂર્ણ છે – અમિતકુમાર મિશ્રા

આગામી લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ અન્વયે ઉમેદવારો દ્વારા કરવામાં આવેલા ખર્ચ પર દેખરેખ રાખવા માટે ચૂંટણી પંચ દ્વારા ૦૯-સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર નિયુક્ત કરવામાં આવેલા ખર્ચ નિરીક્ષક અમિત મિશ્રા (IRS)ના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત સભાખંડ ખાતે ચૂંટણી ખર્ચ સાથે સંકળાયેલી વિવિધ ટીમો સાથે બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં ખર્ચ નિરીક્ષક અમિત મિશ્રા (IRS)એ જણાવ્યું હતું કે, ચૂંટણી એ લોકશાહીનો મહાપર્વ છે લોકશાહીના આ મહાપર્વમાં દરેક નાગરિક ભય વિના ભાગ લઈ શકે તેવો માહોલ પુરો પાડવો એ આપણા સૌની જવાબદારી છે વધુમાં તેમણે ખર્ચ સાથે સંબધિત તમામ ટીમો પાસેથી રજીસ્ટર નિભાવણી, ખર્ચ સંબધિત રીપોર્ટ સહિતની તમામ વ્યવસ્થાઓની ઝીણવટભરી માહિતી મેળવી હતી ઉપસ્થિત તમામ અધિકારીઓ કર્મચારીઓને ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ કામગીરી કરવા સૂચના આપી હતી વિશેષમાં વાહન ચેકિંગ દરમિયાન સામાન્ય લોકોને કોઈ પણ પ્રકારની ખોટી હેરાનગતિ ન થાય તેની કાળજી રાખવા સૂચન કર્યુ હતું આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્ના, હિસાબી અધિકારી મિલન વિરમગામી સહિત ખર્ચ સાથે સંકળાયેલા વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!