GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

લગ્ન ના વરઘોડા મા જોરજોર થી ડીજે વગાડી અપશબ્દો બોલી ગેરકાયદે મંડળી બનાવી હુમલો કરના સામે નોંધાઇ ફરીયાદ

તારીખ ૨૧/૦૪/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના સણસોલી ગામના ના બેંક વાળા ફળીયામાં રહેતા ગોવિંદસિંહ સુભાસિંહ રાઠોડ ની ફરીયાદ મુજબ તેઓના ગામના વચલાભાગમા રહેતા અરવિંદસિંહ ગજેસિંહ રાઠોડ નાઓના છોકરા અજયસિંહ અરવિંદસિંહ નાઓ નુ લગ્ન હોય તા.૨૦/૦૪/૨૦૨૪ ના રોજ સાંજના આશરે છ એક વાગ્યાની આસપાસ અજયસિંહનો ડી.જે સાથે વરઘોડો નિકળેલ હતો અને સાંજના સાડા સાતેક વાગ્યાની આસપાસ વરઘોડો ફરતો ફરતો બેંક વાળા ફળીયામાં આવતા ધર્મેન્દ્રસિંહ છત્રસિંહ રાઠોડ તથા મનોજસિંહ ભગવાનસિંહ રાઠોડ તથા રાજેન્દ્ર ઉર્ફે બોબી અંદરસિંહ રાઠોડ નાઓ ડી. જે. સાઉન્ડ મારફતે ખરાબ બીભત્સ અપશબ્દો બોલતા તેઓને કહેવા જતા મનોજસિંહે ફરીયાદી ને વરઘોડમા ખેંચી લઇ જઇ ગડદા પાટુ નો માર માર્યો હતો અને માનોજસિંહે લોખંડની પાઈપ દલપતસિહ અંદરસિહ ને માથામાં મારી દેતા ચામડી ફાટી જતા લોહી નીકળતુ હતુ છોડાવવા આવતા લોકો સાથે પણ ઝપાઝપી કરી હતી તમામ માણસો ગેરકાયદેસર મંડળી રચી મારક હથીયારો ધારણ કરી મા બેન સમાણી ગંદી બિભત્સ ગાળો બોલી ફરીયાદી તથા દલપતસિંહ માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી તેમજ ડી.જે. સાઉન્ડ સિસ્ટમ જોરજોરથી ત્રાસ દાયક રીતે વગાડી ધ્વનિ પ્રદુષણ કરતા હતા. ઈજાગ્રસ્ત દલપતસિંહ ને ૧૦૮ મારફતે કાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જે તમામ વિગતો એ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી ડીજે પોલીસ સ્ટેશન મા મુકાવી આગળની તપાસ પીએસઆઈ સી.બી.બરડા એ શરૂ કરી છે.

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!