GUJARATKUTCHMUNDRA

અદાણી પોર્ટસ ખાતે નેશનલ ફાયર સેફ્ટી વીકની ઉજવણી.

કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને સ્થાનિકોને અપાઈ અગ્નિશમનની મહત્વની માહિતી  અપાઈ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-મુન્દ્રા કચ્છ.

મુન્દ્રા તા-23 એપ્રિલ  : ભારતમાં સૌથી મોટી સંકલિત પરિવહન યુટિલિટી અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) ખાતે 80મા ફાયર સેફ્ટી વીકની ઉજવણી થઈ હતી. 14 થી 20 એપ્રિલ સુધી રાષ્ટ્રીય અગ્નિશમન સેવા સપ્તાહ તરીકે ઉજવવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય બંદર, MLTPL & વેસ્ટ બેસિન, અને બંને ટાઉનશીપ તેમજ SEZ ઉદ્યોગો ખાતે વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને સ્થાનિકોને અગ્નિશમન અંગે મહત્વપૂર્ણ માહિતી મળી રહે તેવા વિવિધ કાર્યક્રમોથી અગ્નિશમન અંગે લોકો જાગૃત કરવામાં આવ્યા હતા. વિવિધ 24 જેટલા કાર્યક્રમો યોજીને 5000 જેટલા લોકોને અવેરનેસ આપવામાં આવી હતી.

આ વર્ષે ફાયર સેફ્ટી વીકની થીમ “ENSURE FIRE SAFETY, CONTRIBUTE TOWARDS NATION BUILDING (અગ્નિ સુરક્ષા સુનિસ્ચિત કરો, રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપો)” રાખવામાં આવી છે. સપ્તાહિક કાર્યક્રમોમાં સમુદ્ર ટાઉનશીપ ખાતે ફાયર સેફ્ટી બેનરોનું પ્રદર્શન, કર્મચારીઓ અને સહયોગી સ્ટાફ માટે ઓનલાઇન ક્વિઝ સ્પર્ધા, અદાણી પબ્લિક સ્કૂલ, કેલોર્ક્સ પબ્લિક સ્કૂલ અને ઝરપરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આગ નિવારણ અને કટોકટીમાં બચાવ અંગે તાલીમ, પશ્ચિમ બેસિન ખાતે કામદારોને અગ્નિશામક તાલીમ, MLTPL/CCPL ખાતે અગ્નિશામક કવાયત સ્પર્ધા, ઇવેક્યુએશન અને ફાયર ફાઇટીંગ ડ્રિલ, ઉત્પાદક અને સપ્લાયર્સ દ્વારા અગ્નિ નિવારક જીવનરક્ષા ઉત્પાદનો અને જીવંત અગ્નિશામક પ્રદર્શન, ઇવેક્યુએશન અને ફાયર ફાઇટીંગ ડ્રીલ, અલ્ટીમેટ ફાયર ફાઈટર ચેલેન્જ વગેરેનું યોજવામાં આવ્યું હતું. જેમાં 9 જેટલા એક્ઝિબિશન થકી અત્યાધુનિક અગ્નિ શમન પ્રણાલીઓની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.

APSEZ પોતાના ઉપક્રમો સહિત આસપાસના રહેણાક વિસ્તારોમાં પણ આગ નિવારણને પ્રોત્સાહન આપવા અને સલામત સંસ્કૃતિનું નિર્માણ કરવાની નેમ ધરાવે છે. આ વર્ષે બંને ટાઉનશીપના રહેવાસીઓ માટે ફાયર સેફ્ટી મેળાનો નવો કોન્સેપ્ટ રાખવામાં આવ્યો હતો. ફાયર સેફ્ટી વિશે માહિતી મેળવવાની આ એક રસપ્રદ રીત છે, જેમાં રમતગમત અને રુચિકર પ્રવૃત્તિઓથી ફાયર સેફ્ટી અંગે જ્ઞાનવર્ધન સાથે સરપ્રાઈઝ પ્રાઈઝ જીતવાની તક પણ મળવા પામી હતી.

આગની પ્રત્યેક ઘટનાથી પ્રત્યક્ષ અને પરોક્ષ નુકશાન થતું હોય છે. આ પ્રકારના જનજાગૃતિ કાર્યક્રમોથી આગ નિવારણની સાથે જાનમાલની હાનિ ચોક્કસપણે અટકાવી શકાય છે. અસરકારક અગ્નિ સલામતી વ્યવસ્થાપન પ્રણાલીના અમલીકરણથી આગથી થતી ઈજા અને મિલકતના નુકસાનમાં ઘટાડો થાય છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!