GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ સંસદીય મત વિસ્તારમાં સોશિયલ ઈનફ્લુએન્સર્સ દ્વારા મતદારોને મતદાનની અપીલ

તા.૨૪/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

મતદાન આપીને આપણા સૌની રાષ્ટ્ર પ્રત્યે નૈતિક જવાબદારી નિભાવવાનો આ વખત છે: શ્રી ધીરુભાઈ સરવૈયા

આપણા દેશને વિશ્વની મહાસત્તા બનાવવી હોય તો અચૂક મતદાન કરો: શ્રી આર્ચી વૈષ્ણવ

Rajkot: રાજકોટ સંસદીય મત વિસ્તારમાં લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રભવ જોષીના નેતૃત્વમાં સ્વીપ નોડલ ઓફિસરશ્રી જીજ્ઞાસાબેન ગઢવીના માર્ગદર્શનમાં સોશિયલ ઈનફ્લુએન્સર્સ દ્વારા મતદારોને મતદાન અંગે અપીલ કરવામાં આવી રહી છે.

“નમસ્કાર મિત્રો! લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત ૧૦ – રાજકોટ લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ ૭૧ – રાજકોટ ગ્રામ્ય મતદાર વિભાગના તમામ મતદારોને નમ્ર અપીલ કરું છું કે આપ સૌ આગામી તા. ૭/૫/૨૦૨૪ને મંગળવારના રોજ પોતપોતાના મતદાન મથક પર અચૂક જઈ અને મતદાન કરશો. કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રભવ જોષી અને તેમની સંપૂર્ણ ટીમને ચૂંટણીલક્ષી સુંદર વ્યવસ્થા કરવા માટે અભિનંદન પાઠવું છું. તથા મતદાન આપીને આપણા સૌની રાષ્ટ્ર પ્રત્યે નૈતિક જવાબદારી નિભાવવાનો આ વખત છે. તેમજ આપણા દરેકનો મત બહુમૂલ્ય અને કિંમતી હોય છે. તો તા. ૭/૫/૨૦૨૪ના આપ સર્વને મતદાન કરવા જવા અપીલ કરું છું. જય ભારત. જય હિન્દ.” : હાસ્ય કલાકારશ્રી ધીરુભાઈ સરવૈયા

“નમસ્કાર! નાના મોઢે મોટી વાત કરવા આવી છું. આપ સૌને ખબર છે કે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. એક-એક મતની શું કિંમત છે, એ મારા કરતા આપ સૌ સારી રીતે જાણો છો. હું હાથ જોડી નમ્ર વિનંતી કરું છું કે જો આપણે આપણા દેશને વિશ્વની મહાસત્તા બનાવવી હોય તો અચૂક મતદાન કરો. જય હિન્દ, જય ગરવી ગુજરાત.” : બાળ પ્રતિભાશ્રી આર્ચી સમીરભાઈ વૈષ્ણવ

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!