જિલ્લાની કોલેજોના કેમ્પસ એમ્બેસેડર્સ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે ફેસબુકના માધ્યમથી ચૂંટણીલક્ષી સંવાદ સાધતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.સી.સંપટ
આ સંવાદ કાર્યક્રમમાં તમામ લોકોને અચૂક મતદાન કરી અન્યોને પણ મતદાન માટે પ્રેરિત કરવા ઉત્સાહ દાખવ્યો.
તા.25/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં આગામી તા.૭મી મેનાં રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરાશે આ મતદાન પ્રક્રિયામાં ૦૯-સુરેન્દ્રનગર સંસદીય મતવિસ્તારમાં મહત્તમ નાગરિકો સહભાગી બને અને મતદારો માટે ઊભી કરેલી વિવિધ સુવિધાઓથી પરિચિત તે માટે સમાજનાં વિવિધ વર્ગો સુધી પહોંચવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ પ્રયસો હાથ ધરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત આજરોજ જિલ્લા ચૂંટણી અધિકારી કે.સી.સંપટે જિલ્લાની કોલેજોના કેમ્પસ એમ્બેસેડર, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને બી.એલ.ઓ સાથે ફેસબુકના માધ્યમથી સંવાદ કર્યો હતો આગામી તા.૭મી મેનાં રોજ યોજાનાર મતદાન પ્રક્રિયામાં જિલ્લાના તમામ નાગરિકો સહભાગી બને તે માટે મતદાન અંગે જાગૃતિ ફેલાવનાર તમામ લોકોનો આભાર વ્યક્ત કરતા જિલ્લા ચૂંટણી અધિકારી કે.સી.સંપટે જણાવ્યું હતું કે, પ્રથમ વાર મતદાન કરનારા તમામ યુવા મતદારો પોતે તો મતદાન કરીને લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં સહભાગી બને પરંતુ સાથે પોતાના કુટુંબીજનોને પણ અચૂક મતદાન કરવા માટે પ્રેરિત કરે તે ખૂબ જ જરૂરી છે દેશનો એક પણ નાગરિક મતદાનથી વંચિત ન રહે તે માટે ચૂંટણી પંચ દ્વારા વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે આ વખતે હીટવેવની સંભાવનાઓ ને ધ્યાનમાં રાખીને મતદાન મથકો પર પીવાનું પાણી, છાંયડો સહિતની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે ૮૫ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ઘરે બેઠા મતદાન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે આ લોકો માટે મતદાન મથક પર વ્હીલચેરની પણ સુવિધા કરવામાં આવી છે વધુમાં તેમણે હિટવેવને ધ્યાનમાં રાખી જિલ્લાના તમામ લોકોને શક્ય હોય તો સવારના સમયમાં મતદાન કરવા અનુરોધ કર્યો હતો આ તકે જિલ્લા ચૂંટણી અધિકારીને યુવા કેમ્પસ એમ્બેસેડર અને કોલજીયનોએ પોતે મતદાન કરશે, તેવી ખાતરી આપી હતી તેમજ અન્ય લોકોને પણ મતદાન માટે પ્રેરિત કરશે તેવો ઉત્સાહ પણ દર્શાવ્યો હતો આ કાર્યક્રમમાં ખર્ચ નોડલ અને જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્ના, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અર્જુન ચાવડા પણ જોડાયા હતા.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.