GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ જૂની કલેક્ટર કચેરી ખાતે નુક્કડ નાટકના માધ્યમથી “મતદાર જાગૃતિ સંદેશ’ પાઠવતી કોટક સ્કૂલની વિદ્યાર્થીનીઓ

તા.૨૫/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot: ગુજરાત રાજ્યમાં આગામી તા.૭મી મે-૨૦૨૪ના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે ત્યારે દેશના મહાપર્વમાં પોતાનું યોગદાન આપવા મતદાન કરવું અનિવાર્ય છે. રાજકોટ સંસદીય મતવિસ્તારમાં સ્વીપ દ્વારા વિવિધ કાર્યક્રમો અને મતદાર જાગૃતિ સંદેશ માટે વિશિષ્ટ નવતર પહેલ હાથ ધરી લોકોને પ્રેરિત કરવામાં આવી રહ્યા છે.

આ અભિયાન અંતર્ગત મતદાર નોંધણી અધિકારીશ્રી અને પ્રાંત અધિકારીશ્રી, રાજકોટ શહેર-૨ સુશ્રી નિશા (IAS) ના માર્ગદર્શન હેઠળ ૬૯- રાજકોટ પશ્ચિમ વિધાનસભામાં જૂની કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ રાજકોટ ખાતે શ્રી કોટક કન્યા વિનય મંદિરની વિદ્યાર્થીનીઓ દ્વારા નુક્કડ નાટકના માધ્યમથી “મતદાર જાગૃતિ” કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

વિદ્યાર્થીનીઓએ મતદાન જાગૃતિ સંદેશ પાઠવતુ પ્રેરણાત્મક નાટક પ્રસ્તુત કરી નાગરિકોને મતદાન કરવા પ્રેરિત કર્યા હતા. મનોરંજન સાથે તેમણે અવશ્ય મતદાન કરવા અને કરાવવા માટે તમામને હાકલ કરી હતી તથા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ નાગરિકોને મતદાન અવશ્ય કરવા શપથ લેવડાવવામાં આવ્યા હતાં. વિદ્યાર્થીનીઓએ સ્વયં પણ સ્માર્ટ વોટર સેલ્ફી પોઇન્ટ પરથી સેલ્ફી લઈ અન્યોને પણ ચોક્કસ મતદાન કરવા પ્રેરણા આપી હતી તેમ અધિક કલેકટર તથા સ્વીપના નોડલ અધિકારીશ્રી જિજ્ઞાસાબેન ગઢવીની યાદીમાં જણાવાયું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!