CHHOTA UDAIPURCHHOTA UDAIPUR CITY / TALUKOGUJARAT

છોટાઉદેપુર ખાતે જનરલ ઓબ્ઝર્વરશ્રીની ઉપસ્થિતિમાં ઈ.વી.એમ.નું બીજા તબક્કાનું રેન્ડમાઈઝેશન કરાયું.

લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ અંતર્ગત સમગ્ર ગુજરાત રાજ્યની સાથે છોટાઉદેપુર જિલ્લામાં પણ ત્રીજા તબક્કામાં આગામી તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ મતદાન થનાર છે. જે અન્વયે જિલ્લામાં ચૂંટણીલક્ષી કામગીરીના ભાગરૂપે જનરલ ઓબ્ઝર્વરશ્રી ડૉ. સતીષ કુમાર એસ., જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અનિલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સચિન કુમાર તથા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી આઈ.જી. શેખની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી ખાતે ઈ.વી.એમ.નું બીજા તબક્કાનું રેન્ડમાઈઝેશન હાથ ધરવામાં આવ્યું હતું.

આ સમયે ૨૧- છોટાઉદેપુર સંસદીય મતવિસ્તારના ૦૬ હરીફ ઉમેદવારોના પ્રતિનિધિઓની હાજરીમાં બીજા તબક્કાનું રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું. ઉમેદવારોના પ્રતિનિધિઓએ ઈ.વી.એમ. રેન્ડમાઈઝેશનની પ્રક્રિયા પ્રત્યક્ષ નિહાળી હતી. સમગ્ર પ્રક્રિયાને ઉમેદવારોના પ્રતિનિધિઓના જણાવ્યા બાદ ફાઈનલાઈઝ કરવામાં આવી હતી.

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અનિલ ધામેલિયાએ રેન્ડમાઈઝેશન દરમિયાન જિલ્લાના દરેક વિધાનસભા મતવિસ્તારને તેના મતદાન મથકની સંખ્યાના ૧૨૫ ટકા લેખે બેલટ યુનિટ, ૧૨૫ ટકા લેખે કન્ટ્રોલ યુનિટ અને ૧૩૫ ટકા લેખે વીવીપેટ ફાળવણી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

ઈ.વી.એમ. રેન્ડમાઇઝેશનની આ પ્રક્રિયામાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આર.બી. ચૌધરી, છોટાઉદેપુર સંસદીય મતવિસ્તારમાં આવતા તમામ વિધાનસભા મતવિસ્તારના મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રીપોર્ટર અંજુમ ખત્રી છોટાઉદેપુર

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!