GUJARATKUTCHMANDAVI

માંડવી, અંજાર, લખપત તથા રાપર તાલુકામાં મતદાર કાપલી વિતરણ સાથે ડોર ટુ ડોર સંપર્ક કરી મતદાન જાગૃતિ પ્રવૃતિ કરાઈ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-માંડવી કચ્છ.

માંડવી ,તા-26 એપ્રિલ : લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત જિલ્લામાં મતદાન જાગૃતિ વધે અને મતદાનની ટકાવારી ઉંચી આવે તેવા હેતુસર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી કચ્છ અમિત અરોરા અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મેહુલ દેસાઈના માર્ગદર્શનમાં કચ્છ જિલ્લામાં SVEEP હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે. કચ્છમા મતદાન જાગૃતિ સંદર્ભે ડોર ટુ ડોર સંપર્ક અભિયાન સાથે મતદાર કાપલી વિતરણ સાથે ચુનાવી પાઠશાળાનું આયોજન કરીને મતદાન જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. સમગ્ર જિલ્લામાં ઠેરઠેર ચુનાવી પાઠશાળાનું આયોજન થઇ રહ્યું છે. તેમજ ડોર ટુ ડોર સંપર્ક કરીને મતદાન જાગૃતિ કરવામાં આવી રહી છે. ત્યારે રાપર, માંડવી તેમજ અંજાર, લખપત તાલુકામાં વિવિધ ગ્રામ્યમાં ચુનાવી પાઠશાળા અંતર્ગત વાલીઓને મતદાન જાગૃતિ માટે સમજણ આપવામાં આવી હતી તેમજ મતદાર કાપલીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડોર ટુ ડોર સંપર્ક કરીને મતદારોને મતદાનનું મહત્વ સમજાવીને ભૂલ્યા વગર મતદાન કરવા અપીલ કરાઈ હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!