MORBI:મોરબી લાલપર ગામ નજીક કેનાલના પાણીમાં ડૂબી જતા આધેડનું મોત
મોરબી લાલપર ગામ નજીક પસાર થતી કેનાલમાં કોઈ કારણોસર પડી જતા મીલેનીયમ પેપરમીલમાં કામ કરતા આધેડનું મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના લાલપર ગામ નજીક આવેલ મીલેનીયમ પેપરમીલમાં કામ કરતા કાલુભાઇ બાબુભાઇ મોટકા રહે.મીલેનીયમ પેપરમીલ ગઈકાલ તા.૨૫/૦૪ ના બપોરના સુમારે પેપરમીલ બાજુમાં પસાર થતી કેનાલમાં કોઈ કારણોસર પડી જતા કેનાલના પાણીમાં ડૂબી જવાથી તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મૃતક કાલુભાઈની ડેડબોડી મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા લાશનું પીએમ સહિતની કામગીરી હાથ ધરી હતી. હાલ મોરબી તાલુકા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર