BHUJGUJARATKUTCH

SVEEP અંતર્ગત સુરજ શિક્ષણ ધામ ભુજ ખાતે ”અવસર છે લોકશાહીનો ” સંદેશ પાઠવતી વિશાળ માનવ સાંકળની રચના.

વાત્સલ્યમ્ સમાચાર.

બ્યુરોચીફ  :- બિમલભાઈ માંકડ.- ભુજ કચ્છ.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી, પ્રતિક જોષી.- ભુજ કચ્છ.

ભુજ,તા -07 એપ્રિલ : લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત જિલ્લામાં SVEEP હેઠળ સમગ્ર જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ તેમજ કોલેજોમાં સતત વિવિધ મતદાર જાગૃતિની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. લેઉવા પાટીદાર વિદ્યા સંકુલ, સુરજ શિક્ષણ ધામ ભુજ ખાતે દીકરીઓ દ્વારા ‘ અવસર છે લોકશાહીનો ” લોગો વિશાળ માનવ સાંકળ દ્વારા મતદાન જાગૃતિ માટે બનાવવામાં આવ્યો હતો. નવતર પ્રવૃત્તિના માધ્યમથી મતદારોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં સંકુલની દીકરીઓ દ્વારા ‘અવસર છે લોકશાહીનો’ લોગોને પ્રસારિત કરતી આવૃત્તિ માનવ સાંકળ વડે ખૂબ જ ઉમદા રીતે પ્રસ્તુત કરવામાં આવી હતી. જિલ્લામાં મતદાનની ટકાવારી વધે તે ઉદ્દેશ્યથી કચ્છ જિલ્લા વહીવટી તંત્ર અવિરત પ્રયત્નશીલ છે.જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અમિત અરોરા અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ દેસાઈના માર્ગદર્શન તેમજ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કચ્છ અને SVEEP નોડલ અધિકારીશ્રી બી.એમ.વાઘેલા નેતૃત્વ હેઠળ SVEEP પ્રવૃત્તિઓનું જિલ્લામાં સંકલન મદદનીશ નોડલશ્રી જી.જી.નાકર, શ્રી શિવુભા ભાટી અને તેમની તાલુકા કક્ષાની ટીમો સંભાળી રહી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!