MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના મચ્છુ ડેમ-૩ની મરામત કામગીરી  અથૅ ડેમમાંથી પાણી છોડશે, હેઠવાસના ગામોને એલર્ટ કરાયા

MORBI:મોરબીના મચ્છુ ડેમ-૩ની મરામત કામગીરી  અથૅ ડેમમાંથી પાણી છોડશે, હેઠવાસના ગામોને એલર્ટ કરાયા

મોરબીમાં આવેલ મચ્છુ-૩ ડેમની મરામત કામગીરી અર્થે ડેમનું પાણી નદીમાં છોડશે જેથી હેઠવાસના ગામોને તકેદારીના ભાગરૂપે પગલાં લેવા તેમજ નદીના પટ્ટમાં અવર-જવર ન કરવા મચ્છુ-૩ ડેમના સેકશન અધિકારી દ્વારા સૂચના આપવામાં આવી હતી.

મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ પાસે આવેલ મચ્છુ-૩ સિંચાઈ યોજના ડેમની મરામતની કામગીરી અર્થે ડેમનું પાણી નદીમાં છોડવામાં આવશે ત્યારે હેઠવાસમાં આવતા મોરબી તાલુકાના ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર (નદી), ગુંગણ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ, સોખડા અને માળિયા તાલુકાના દેરાળા, મેઘપર, નવાગામ, રાસંગપર, વિરવદરકા, માળિયા (મિ.), હરીપર અને ફતેપર ગામના લોકોને તકેદારીના પગલાં લેવા તથા નદીના પટમાં અવર જવર ન કરવા મચ્છુ-૩ ડેમ સિંચાઈ યોજનાના સેકશન ઓફિસર ડી.પી.મોરી દ્વારા સૂચના આપવામાં આવી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!