NANDODNARMADA

રાજપીપલા પોલીસ મથકનું વાર્ષિક ઈન્સપેક્શન અને લોકદરબાર નું આયોજન કરાયું

રાજપીપલા પોલીસ મથકનું વાર્ષિક ઈન્સપેક્શન અને લોકદરબાર નું આયોજન કરાયું

 

જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક લોકેશ યાદવે રાજપીપલા પોલીસ મથક ખાતે નાગરિકો સાથે સંવાદ કર્યો રજૂઆતો સાંભળી

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

નર્મદા જિલ્લાનું વડુમથક રાજપીપળા ખાતે પોલીસ મથકનો વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું ઉપરાંત રાજપીપળાના નાગરિકો સાથે લોક સંવાદનું આયોજન કરાયું હતું

નર્મદા જિલ્લામાં પાંચ તાલુકાઓ આવેલા છે પાંચે તાલુકાઓમાં હાલ જિલ્લા પોલીસવડા પ્રશાંત સૂંબેની સૂચના મુજબ વાર્ષિક ઇન્સ્પેક્શન થઈ રહ્યા છે જેને અનુલક્ષીને જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક લોકેશ યાદવ ની અધ્યક્ષતામાં રાજપીપળા પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું ઉપરાંત ટાઉન પી આઈ ડોડીયા સાહેબની ઉપસ્થિતિમાં રાજપીપલાના પ્રભુદ્ધ નાગરિકોને સાથે રાખીને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકોની સમસ્યાઓને નાયબ પોલીસ અધિક્ષક લોકેશ યાદવએ સાંભળી હતી અને તેનો સુખદ નિકાલ લાવવાની તત્પરતા દર્શાવી હતી

માધ્યમો સાથે વાત કરતા લોકેશ યાદવ નાયબ પોલીસ અધિક્ષક નર્મદાએ જણાવ્યું હતું કે આજે રાજપીપળા પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેક્શન રાખવામાં આવ્યું હતું જે સંદર્ભે ઇન્સ્પેક્શન બાદ નાગરિકો સાથે સંવાદ કર્યો હતો. સાયબર ક્રાઇમ અંગે લોક જાગૃતિ કેળવવામાં આવી ઉપરાંત સાયબર ક્રાઇમ કમ્પ્લેન નંબર 1930 વિશે પણ માહિતી આપવામાં આવી હતી અને સાયબર ક્રાઇમ થી કઈ રીતે બચવું તે વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી ઉપરાંત જણાવ્યું હતું કે જિલ્લામાં બનતા અકસ્માતના બનાવો ઉપરાંત રાજપીપલા શહેરની ટ્રાફિક સમસ્યા મુદ્દે લોકોની રજૂઆતના પગલે તેનું નિરાકરણ લાવવા માટે અમે આગામી સમયમાં ડ્રાઇવનું આયોજન કરી રહ્યા છે જેમાં વિવિધ સ્થળોએ સ્પીડ બ્રેકર મુકવા ઉપરાંત સાઈન બોર્ડ મુકવા અને હેલ્મેટ વિતરણ સહિત ટ્રાફિક નિયમન અંગે જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવશે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!