AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEBHARUCHBHARUCH CITY / TALUKOBHAVNAGARBOTADBOTAD CITY / TALUKONARMADAVADODARA

ભરૂચ લોકસભાના ‘આપ’ ઉમેદવાર ચૈતરભાઇ વસાવાએ પરિવાર સહિત મતદાન કર્યું.

'આપ' પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીએ પોતાના પરિવાર સાથે મતદાન કર્યું.

ભાવનગર લોકસભાના ‘આપ’ ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાએ સહ પરિવાર મતદાન કર્યું અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો.

હું તમામ લોકોને અપીલ કરું છું કે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને દેશના નિર્માણમાં પોતે સહભાગી બને અને આ લોકશાહીના મહાપર્વની ઉજવણી કરે: ચૈતર વસાવા

આપણે સૌની જવાબદારી બને છે કે આપણે આપણા પરિવાર સહિત મતદાન કરીએ: ચૈતર વસાવા

હું તમામ લોકોને વિનંતી કરીશ કે વધુમાં વધુ લોકોએ મતદાન કરીને પોતાના અધિકારનો ઉપયોગ કરે: ઈસુદાન ગઢવી

જેમની પણ અંદર રોષ હોય તેઓ પણ પોતાનો રોષ મતદાન દ્વારા બતાવી શકે છે: ઈસુદાન ગઢવી

સમગ્ર ગુજરાતમાં ઊંચું મતદાન જોવા મળી રહ્યું છે માટે અમને વિશ્વાસ છે કે ભાવનગરની જનતા પરિવર્તન લાવશે અને ઇન્ડિયા એલાયન્સની સરકાર બનાવશે: ઉમેશ મકવાણા

આ ચૂંટણી ભાવનગરની જનતા લડી રહી છે માટે અમને પૂરો વિશ્વાસ છે કે અમે ખૂબ જ મોટી લીડ સાથે આ ચૂંટણી જીતીશું: ઉમેશ મકવાણા

અમદાવાદ/નર્મદા/ભરૂચ/વડોદરા/ભાવનગર/બોટાદ/ગુજરાત

આજે દેશમાં ત્રીજા તબક્કાની લોકસભા ચૂંટણીની યોજાઇ. આ ત્રીજા તબક્કામાં સમગ્ર ગુજરાતની 26 બેઠકો પર આજે મતદાન થયું. ભરૂચ લોકસભાથી ચૈતરભાઈ વસાવા અને ભાવનગર લોકસભાથી ઉમેશભાઈ મકવાણા એમ બે ઉમેદવારો આમ આદમી પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધન તરફથી ચૂંટણી લડી રહ્યા છે. આજે વહેલી સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થયું હતું અને સમગ્ર ગુજરાતમાં લોકોએ ઉત્સાહભેર મતદાન કરવાની શરૂઆત કરી હતી. આજે સમગ્ર ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આમ આદમી પાર્ટીના બંને ઉમેદવારો અને પ્રદેશના નેતાઓ સહિત સ્થાનિક પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ મતદાન કરીને લોકશાહીના મહાપર્વની ઉજવણી કરી હતી.

ડેડીયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતરભાઇ વસાવાએ પોતાના પરિવાર સહિત વહેલી સવારે મતદાન કર્યું હતું. ચૈતરભાઈ વસાવાએ મતદાન કર્યા બાદ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ભારત દેશ એક વિશાળ લોકશાહી ધરાવતો દેશ છે અને આપણા દેશના તમામ પુખ્ત વયના લોકોને મતદાન કરવાનો અધિકાર મળ્યો છે. ત્યારે આપણે સૌની જવાબદારી બને છે કે આપણે આપણા પરિવાર સહિત મતદાન કરીએ. તમારો એક એક મત દેશના નિર્માણ માટે ખૂબ જ જરૂરી છે, માટે હું તમામ લોકોને અપીલ કરું છું કે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને દેશના નિર્માણમાં પોતે સહભાગી બને અને આ લોકશાહીના મહાપર્વની ઉજવણી કરે.

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીએ સહ પરિવાર મતદાન કર્યું હતું. મતદાન કર્યા બાદ ઈસુદાનભાઈ ગઢવીએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે મેં મારા પરિવાર સહિત લોકશાહીના મહાપર્વ નિમિત્તે મતદાન કર્યું છે. હું તમામ લોકોને વિનંતી કરીશ કે વધુમાં વધુ લોકોએ મતદાન કરીને આજે પોતાના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ. લોકતંત્રમાં મતદાન કરવું અને બીજાને મતદાન કરાવવું એ આપણી સૌની ફરજ છે. આપણા દેશમાં 1951-52 થી ચૂંટણીઓ શરૂ થઈ છે, પરંતુ હજુ પણ 65 થી 70 ટકા મતદાન સુધી આપણે પહોંચ્યા છીએ, જે દિવસે આપણે 90 ટકા મતદાન કરીશું, તે દિવસે આપણને સાચા અને મજબૂત જનસેવક મળશે. અને જેમની પણ અંદર રોષ હોય તેઓ પણ પોતાનો રોષ મતદાન દ્વારા બતાવી શકે છે.

આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય અને ઇન્ડિયા ગઠબંધન હેઠળના ભાવનગર લોકસભાઓ સીટના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાએ સહ પરિવાર મતદાન કર્યા બાદ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે લોકશાહીના મહાપર્વ નિમિત્તે મેં સહ પરિવાર મતદાન કર્યું છે. સાથે સાથે હું સમગ્ર ગુજરાત અને દેશના લોકોને અપીલ કરીશ કે લોકશાહીના મહાપર્વ નિમિત્તે દેશની લોકશાહીને બચાવવા માટે સહપરિવાર તમામ લોકો મતદાન કરે. આજે આપણે જોયું છે કે સવારથી જ ખૂબ જ મોટાપાયે મતદાન થઈ રહ્યું છે અને મતદાનની ટકાવારી પણ ઊંચી આવી રહી છે. ગુજરાત સહિત ભાવનગર લોકસભા અને બોટાદ વિધાનસભામાં પણ ઊંચું મતદાન જોવા મળી રહ્યું છે. આ જોઈને અમને લાગી રહ્યું છે કે ભાવનગરની જનતા પરિવર્તન લાવશે અને ઇન્ડિયા એલાયન્સની સરકાર બનવા જઈ રહી છે. આ ચૂંટણી ભાવનગરની જનતા લડી રહી છે માટે અમને પૂરો વિશ્વાસ છે કે અમે ખૂબ જ મોટી લીડ સાથે આ ચૂંટણી જીતીશું.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!