JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને સાયકલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે સાયકલ રેલી યોજાઈ

સિનિયર સીટીઝનફસ્ટ ટાઇમ વોટર સહિત ૫૦થી વધુ સાઈકલીસ્ટ જોડાયા

જૂનાગઢ તા.૨૬   જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટના કિલ્લાની પ્રાચીરથી અચૂક મતદાનનો આગવી રીતે સંદેશ આપાયો છે, ૬૨ એકરમાં પથરાયેલા ઉપરકોટના વિશાળ કિલ્લામાં વહેલી સવારે સાયકલ સવારોએ સાયકલ ચલાવી તા.૭મી મે એ અચૂક મતદાન માટે સંદેશ આપ્યો છે. આ સાયકલ રેલીમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપરાંત સિનિયર સિટીઝન, ફર્સ્ટ ટાઈમ વોટર સહિતના સાયકલીસ્ટો જોડાયા હતા.

        જિલ્લા વહીવટી તંત્ર અને સાયકલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ સાયકલ રેલીમાં ૫૦થી વધુ  સાયકલીસ્ટો જોડાયા હતા. આ તકે સાયકલિસ્ટોએ નિર્ભયતાપૂર્વક, ધર્મ, વંશ, જ્ઞાતિ, જાતિ, ભાષા કે અન્ય કોઈપણ પ્રકારના પ્રલોભનોથી પ્રભાવિત થયા સિવાય મતદાન કરવા માટે શપથ લીધા હતા. ઉપરાંત સાઇકલ સવારો મતદાન જાગૃતિ અર્થેના સિગ્નેચર કેમ્પેઈનમાં પણ જોડાયા હતા.

        ઉલ્લેખનીય છે કે, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં મતદાન જાગૃતિ અર્થે રચનાત્મક પ્રયાસો હાથ ધરાયા છે, તેના જ ભાગરૂપે આ સાયકલ રેલીનું આયોજન કરાયું હતું. તેમજ સઘન મતદાન જાગૃતિ ઝુંબેશ માટે ૧૫ દિવસ માટેનું વિશેષ આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે.

        મદદનીશ ચૂંટણી અને પ્રાંત અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલે જણાવ્યું કે, લોકસભા સામાન્ય ચૂંટણી માટે તા.૭મી મે એ મતદાન થવાનું છે. ત્યારે મતદારો અવશ્ય મતદાન કરે તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને સાઇકલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આગવી રીતે મતદાન જાગૃતિ માટે આ સાયકલ રેલી યોજવામાં આવી હતી. જેમાં ઉત્સાહભેર સાઈકલીસ્ટો જોડાયા હતા.

        સાયકલ એસોસિયેશનના પ્રમુખશ્રી કલ્પેશ સાખલાએ જણાવ્યું કે, આ સાયકલ રાઈડના માધ્યમથી લોકસભા સામાન્ય ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તેવા સુભાશય સાથે સાયકલ રેલી યોજવામાં આવી હતી. ત્યારે સિનિયર સિટીઝન, ફર્સ્ટ ટાઈમ વોટર સહિત દરેક મતદાતા મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના મહાપર્વની ઉજવણી કરે.

        આ સાયકલ રેલીમાં મહાનગરપાલિકાના નાયબ કમિશનર શ્રી અજય ઝાપડા, જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી ગૌરાંગ નરે, પોલીસ તાલીમ મહાવિદ્યાલયના આચાર્ય સહિત સાઇકલ સવારો જોડાયા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!