DAHOD CITY / TALUKO

લીમખેડા તાલુકામાં પતિ દ્વારા અવાર નવાર શારીરિક માનસિક હેરાનગતિ કરતા 181 અભયમ ટીમ લીમખેડા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી

Limkheda: લીમખેડા તાલુકાના એક ગામમાંથી પીડિત મહિલાએ 181 પર ફોન કરીને જણાવેલ કે તેઓને પતિ દ્વારા અવાર નવાર શારીરિક માનસિક હેરાનગતિ હોય તેમ જણાવતાં 181 અભયમ ટીમ લીમખેડા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયેલ અને વાતચીત કરી અસરકારક કાઉન્સિલિંગ કરતા પીડિતાએ જણાવેલ કે તેઓના પતિ કોઈ પણ પ્રકારનું વ્યશન કરતા નથી મારું તમામ પ્રકારનું ભરણ પોષણ કરે છે ફરવા લઈ જાય છે પરંતુ ક્યારેક મારા પતિ લગ્નની શરૂઆતથી શારીરિક માનસિક હેરાનગતિ કરી મારકૂટ કરે છે અને હાલ ત્રણ દિવસ પછી દીકરીનું લગ્ન હોવા છતાં પતિ એવું જ વર્તન કરે છે અને દીકરીઓને પણ ઘરમાંથી નીકળી જવા માટે ધમકીઓ આપે છે ત્રણેય સંતાનો લગ્ન કરવા લાયક થઈ ગયેલ છે જેથી 181 ટીમ દ્વારા પતિને પરિવારનું મહત્વ સમજાવેલ અને દીકરી અને પત્નીએ ઘરની લક્ષ્મી કહેવાય અને ઘર એ આપણું મંદિર કહેવાય એટલે ઘરમાં આવી રીતે તમે ગાળો બોલો એ શોભતું નથી એટલે તમે તમારો સ્વભાવ બદલવાની જરૂર છે અને સંતાનો લગ્ન લાયક થઈ ગયેલ છે એટલે આ બધું સારું નથી લાગતું તેમ જણાવતાં પતિએ પોતાની ભૂલ સ્વીકારી પત્ની પાસે માફી માંગી બહેડરી આપેલ કે અજપછી ગાળો બોલીશ નહિ અને અને પરીવારની તમામ જવાબદારી મારી રહેશે તેમ જણાવતાં પત્ની પણ આ બહેદરી પર પોતાના પતિ સાથે સમાધાન કરવા માગતા હોય જેથી બંને પક્ષોની મરજીથી સુખદ સમાધાન કરાવેલ તેથી બંને પક્ષોએ 181 ટીમનો આભાર વ્યક્ત કરેલ.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!