BHARUCHNETRANG

નેત્રંગ ખાતે જિલ્લા શિક્ષણાધિકારીની ઉપસ્થિતિમાં ફોરેસ્ટ ગાર્ડ મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું.

નેત્રંગ ખાતે જિલ્લા શિક્ષણાધિકારીની ઉપસ્થિતિમાં ફોરેસ્ટ ગાર્ડ મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૦૧/૦૬/૨૦૨૪

 

નેત્રંગ જીન કંપાઉન્ડ ખાતે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિ રાઓલના માર્ગદર્શન હેઠળ તારીખ ૩૧/૦૫/૨૦૨૪ને શુક્રવારના રોજ વહેલી સવારથી જ ફોરેસ્ટ ગાર્ડ મોક ટેસ્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

 

ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિ રાઓલ અને નેત્રંગના મનમોહસિંહ યાદવ (વર્ગ-૨) દ્વારા ફોરેસ્ટ ગાર્ડ મોક ગ્રાઉન્ડ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તબક્કાવાર ૧૬૦૦ મીટરની દોડ, લાંબિકુદ, ઊંચીકુદ, રસ્સાચઠ, પુલઅપ્સ કરી ભરૂચ,નર્મદા, તાપી, સુરત તેમજ ડાંગ અને છોટાઉદેપર જિલ્લાના થઈ ૨૦૦ થી જેટલા ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. જેમાં થી ૬૬ છોકરાઓ – છોકરીઓ સરીરિક કસોટીમાં પાસ થયા હતા.

 

જેમાં નેત્રંગના મનમોહસિંહ યાદવ (વર્ગ-૨) દ્વારા ઉપસ્થિત મહેમાનો તેમજ વિદ્યાર્થીઓનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.

 

ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિ રાઓલે તેમના વક્તવ્યમાં જણાવ્યું હતુ કે ચાણક્યના સૂત્ર “શિક્ષક કભી સાધારણ નહીં હોતા..નિર્માણ ઔર પ્રલય ઉસકી ગોદ મેં પલતે હૈ”ને સાર્થક મોન્ટુ યાદવ કરી રહ્યા છે. તેમજ ઉપસ્થિત ફોરેસ્ટ ગાર્ડનના ઉમેદવારોને શુભેચ્છા તેમજ આશીર્વાદ પાઠવ્યા હતા.

 

સાથે જ ઉપસ્થિત ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિ રાઓલ તેમજ સંજીવ વર્માજીના હસ્તે ૧૬૦૦ મીટરની દોડ, લાંબિકુદ, ઊંચીકુદ, રસ્સાચઠ, પુલઅપ્સમાં પાસ થયેલ ફોરેસ્ટ ગાર્ડન શારીરિક કસોટીમાં પાસ થયેલ ૬૬ ઉમેદવારોને મોમેન્ટો આપી પ્રોત્સાહિ

ત કર્યા હતા.

 

Back to top button
error: Content is protected !!