થરા એ.પી.એમ.સી.માં ટી.આર. પી.ગેમઝોનમાં મૃત્યુ પામનાર મૃતાત્માઓને શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા માર્કેટયાર્ડ ખાતે મેડા ઉપર કાંકરેજ તાલુકા કરણી સેના અને યુવા ભાજપનાના કાર્યકરો દ્વારા ટી.આર.પી.ગેમઝોન – રાજકોટ માં બનેલી ભયંકર આગ દુર્ઘટનામાં ૩૩ માસૂમ લોકોએ જાન ગુમાવી છે,તેવા દિવગંત આત્માઓને શાંતિ અર્થે કરણી સેના કાંકરેજ અને યુવા ભાજપના કાર્યકરો દ્વારા શનિવારના રોજ માર્કેટયાર્ડ ના ચેરમેન અણદાભાઈ પટેલ,વાઈસ
ચેરમેન ભૂપતાજી ઠાકોર,આસી.સેક્રેટરી સંજય ચૌધરી,માર્કેટયાર્ડ વહેપારી એસોસીએશનના મંત્રી રાજુભાઈ એસ.પ્રજાપતિ,શ્રી કરણી સેના કાંકરેજ તાલુકા પ્રમુખ અનુભા કરણસિંહ વાઘેલા,ડૉ.રાજેશ કે.બ્રહ્મભટ્ટ,ઝેણુંભા વાઘેલા,દિલીપ ઠક્કર દેસાઈ બ્રધર્સ સહિતની ઉપસ્થિતિમાં બે મિનિટ નું મૌન પાળી મૃતાત્માઓની પ્રતિમાને પષ્પો ચડાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.ત્યારે દરબાર સમાજ સહિત અન્ય સમાજના તમામ ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.અતિ હૃદય દ્રાવક અને કાળજુ કંપાવી નાખે એવી આ ઘટનાથી સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજ અત્યંત દુઃખની લાગણી અનુભવે અને પરમ કૃપાળુ પરમાત્મા સદગત તમામ દિવ્યાત્માઓને શાંતિ આપે તેવી પ્રાર્થના કરી હતી.
નટવર. કે.પ્રજાપતિ,થરા





