BANASKANTHAKANKREJ

પ્રજાપતિ યુવા સંગઠન રાધનપુર દ્વારા ચકલી ઘર તથા પાણીના કુંડાનુ વિતરણ કરાયું..

મનુષ્યને એમ થાય કે ભલા ચકલાના તે કાંય દિવસ ઉજવવાના હોય ? ચકલીમાં તે એવું વળી નવું શું છે ? બાલ્યાવસ્થામાં સૌથી પહેલાં જોયેલું,આંગણે ઓળખેલું એકદમ જાણીતું પંખી એટલે ચકલી.બાળક સામજણું બરાબર બોલવાનું પણ ન આવડે અને એ બાળકને પૂછીએ કે ચકી કેમ બોલે ? તો તરત કહેશે-ચીં…..ચીં..ચી…ચકલાં,ચકલી,ચકીબેન કે હાઉસ સ્પેરો એ ફક્ત ભારત દેશનું જ નહીં પરંતુ વિશ્વભરમાં સૌથી વધુ જોવા મળતું મનુષ્ય સાથે હળી-ભળી ગયેલું સૌથી સામાન્ય પક્ષી કહેવાય.એક સમયે વિશ્વનું સૌથી સામાન્ય અને ટોળાબંધ જોવા મળતું આ નાનકડું પંખી આજે જીવન સંઘર્ષ માટે ઝઝુમી રહ્યું છે. અને કમનસીબે હારી રહ્યું છે!!! વિશ્વ ભરમાં અને ખાસ કરીને ભારત દેશમાં પણ ચકલીઓની સંખ્યા ખૂબ ઝડપથી ઘટી રહી છે. જો ચકલીને બચાવવા માટે મનુષ્ય કંઈ
નહીં કરે તો ચકલીઓ ખૂબ ઝડપ થી હમેશાને માટે લુપ્ત થઈ જશે ત્યારે આ ચકલીઓને બચાવવા માટે અને તેમની સંખ્યામાં વધારો થાય તે માટે નવાબી નગરી રાધનપુરમાં અવિરત સેવાકીય કાર્ય કરતી સંસ્થા એટલે પ્રજાપતિ યુવા સંગઠન આ સંગઠનના પ્રમુખ ભરતભાઈ એલ. પ્રજાપતિ- કમાલપુર,મંત્રી અલ્પેશભાઈ બી. પ્રજાપતિ-ઝેકડા,પીનાકીનભાઈ પ્રજાપતિ,વસુભાઈ પ્રજાપતિ, પ્રકાશભાઈ
પ્રજાપતિ,કલ્પેશભાઈ પ્રજાપતિ,ભરતભાઈ પ્રજાપતિ, અશોકભાઈ પ્રજાપતિ સહિતની ટીમ દ્વારા દર વર્ષે ચકલી ઘર પાણીના કુંડા સહિતનું ફ્રીમાં વિતરણ કરે છે.જેમાં આજરોજ તા.૦૨/૦૬/૨૦૨૪ ને રવિવારના રોજ સવારે રાધનપુર નગરમાં ખરીદી અર્થે આવનાર તાલુકાની પ્રજાને ફ્રીમાં વિતરણ કરવામાં આવ્યું હતું.આવું ભગીરથ કાર્ય જોઈ રાધનપુર તાલુકાની પ્રજા અભિનંદનની વર્ષા વર્ષાવી રહી હતી.
નટવર.કે.પ્રજાપતિ,થરા

Back to top button
error: Content is protected !!