MORBIMORBI CITY / TALUKO

MORBI:રાજકોટમાં બનેલી દુર્ઘટનાના પગલે : મોરબીમાં ભાજપ મત ગણતરીના દિવસેસંયમ અને સાદગીથી વિજય‌ને મનાવવામાં આવશે

MORBI:રાજકોટમાં બનેલી દુર્ઘટનાના પગલે : મોરબીમાં ભાજપ મત ગણતરીના દિવસેસંયમ અને સાદગીથી વિજય‌ને મનાવવામાં આવશે

 

 

 

મોરબી : આવતીકાલે 4 જૂનના રોજ લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે. ત્યારે આ દરમ્યાન રાજકોટમાં બનેલી દુઃખદ ઘટના ગેમ ઝોન અગ્નિકાંડના પગલે મતગણતરીના દિવસે વિજયને સંયમતા અને અત્યંત સાદગીથી મનાવવા અંગે ભારતીય જનતા પાર્ટીના મોરબી જિલ્લાના ભાજપ અધ્યક્ષ રણછોડભાઈ દલવાડિએ જણાવ્યું છે.

રાજકોટમાં બનેલી દુઃખદ ઘટનામાં ભોગ બનેલા પરિવારને ભારતીય જનતા પાર્ટી પણ પોતાનો પરિવાર માને છે. આ દુઃખદ સમયે ભારતીય જનતા પાર્ટી મોરબી જિલ્લો દરેક પરિવાર સાથે છે. તેમજ પોતાની સંવેદના વ્યક્ત કરે છે. ત્યારે આ સમયે વિજય સરઘસ, ફટાકડા, પેંડા કે હાર-તોરા ન કરતા આ વિજયને સંપૂર્ણ સાદગીથી મનાવવા નિર્ણય કરવામાં આવ્યો છે

Back to top button
error: Content is protected !!