BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ઝગડિયા ના ઇન્દોર ના ગ્રામજનોની ગૌચર ની જમીન પરથી ગેરકાયદેસર દબાણો દૂર કરવા માંગ, જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવી રજુઆત…

સમીર પટેલ, ભરૂચ

ઝગડિયા તાલુકાના ઇન્દોર ગામના ગ્રામજનોએ જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવી ગામના ગૌચર ની જમીન પર થયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવા ની માંગ કરવામાં આવી છે..ઇન્દોર ગામના રહીશોએ જિલ્લા કલેકટર ને પાઠવેલ આવેદનપત્ર માં જણાવ્યું છે કે સર્વે નંબર ૨૮૭,૨૮૮ વાળી જમીન ગોચરની જગ્યા આવેલ છે.આ જગ્યામાં ગેર કાયદેસર નો રસ્તો ગ્રામ પંચાયતના સરપંચની મિલી ભગતમાં કાઢી આપવામાં આવેલ છે.જેના પરથી રોજ ની 500 ટ્રકો અને ડમ્પરો પસાર થાય છે.જેના કારણે આજુબાજુની વસ્તી તથા ગૌધન ને ખુબ જ મુશ્કેલી સહન કરવી પડે છે. બાજુમાં સ્કુલ અને રોહિતવાસ પણ આવેલ છે.જ્યાં બાળકો અવર જવર કરતા હોય અકસ્માત પણ થાય તેમ છે. પશુધનને ચરવા માટે સૌથી નજીક આજ ગૌચરની જગ્યા આવેલ છે. પરંતુ ગૌચરની જગ્યામાંથી કાઢવામાં આવેલ રસ્તાના કારણે પશુધન ને ચારો પુરતો મળી રહેતો નથી.ગૌચરની જમીન પરથી પસાર થઇ રહેલો રસ્તો તાત્કાલિક ધોરણે બંધ કરવાનો આદેશ કરવા વિનંતી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે.

 

Back to top button
error: Content is protected !!