BANASKANTHAKANKREJ

શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ યુવા સંગઠન પાટણ દ્વારા રાહત દરે ચોપડા વિતરણ કરવામાં આવ્યા

ઉત્તર ગુજરાતની શિક્ષણ નગરી જેના પાટોળાં જગ વિખ્યાત છે એવી પાટણની પાવન ભુમીમાં વસવાટ કરતો પ્રજાપતિ સમાજ અનેક સેવાકીય કર્યો કરે છે.જેમાં શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ યુવા સંગઠન દ્વારા છેલ્લા ૪ વર્ષ થી પાટણમાં વસવાટ કરતા પ્રજાપતિ સમાજના વિધાર્થીઓને બજાર ભાવ કરતાં રાહત દરે એટલે કે ૧ ડઝનના ૨૬૦/- રૂપિયા ના ભાવ થી ૧૦૦૦ ડઝન રાહત દરે ચોપડા વિતરણ તા.૦૩/૦૬/૨૦૨૪ ને રવિવાર ના રોજ ચોપડાના દાતા ડૉ.જીગ્નેશ કે.પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ પાટણ સંચાલિત પ્રજાપતિ છાત્રાલયના પ્રમુખ શાંતિલાલ પ્રજાપતિની વિશેષ ઉપસ્થિતિમાં દીપ પ્રાગટય કરી ચોપડા વિમોચન કરવામાં આવ્યા હતા.દરેક દાતાઓને સન્માનપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. યુવા સંગઠન પ્રમુખ સોહનકુમાર
પ્રજાપતિ,ડો.ચેતન ગઢીયા, રોહિતભાઈ બી.પ્રજાપતિ એ પ્રાસંગિક પ્રવચન કરી દરેકનો આભાર માન્યો હતો.આ કાર્યક્રમ માં યુવા સંગઠન સભ્યો રોહિતભાઈ પ્રજાપતિ, સુમિતભાઈ પ્રજાપતિ, નાગજીભાઈ પ્રજાપતિ, સંજયભાઈ પ્રજાપતિ, નિકેશભાઈ પ્રજાપતિ, નિખિલભાઈ પ્રજાપતિ, કમલેશભાઈ પ્રજાપતિ, તુષારભાઈ પ્રજાપતિ, જગદીશભાઈ પ્રજાપતિ, મહેશભાઈ પ્રજાપતિ,મેહુલભાઈ પ્રજાપતિ સહિત સન્માનીય મહેમાનો,દાતાઓ વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા.
નટવર.કે.પ્રજાપતિ,થરા

Back to top button
error: Content is protected !!