JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

 જુનાગઢ શહેરી વિસ્તારમાં બી.યુ.સર્ટીફીકેટ ન ધરાવતા કુલ-૦૩ ટ્યુશન કલાસીસને સીલ કરવામાં આવ્યા..

 શહેરના ૨૦ (વીસ) પાર્ટી પ્લોટને ગુજરાત ફાયર પ્રિવેન્સન અને લાઈફ સેફટી મેઝર્સ એકટ તથા ગુજરાત પબ્લિક એન્ફોર્સમેન્ટ એક્ટ-૨૦૨૨ મુજબ નોટીસ આપવામાં આવેલ…
 ધારાસરની અપાયેલ નોટીસ મુજબ ૧૨ હોસ્પિટલોને /આઈ.સી.યુ.ને ઇનડોર/આઉટ ડોરને સુવિધા ચાલુ રાખી શકશે નહી તેવી નોટિસથી સુચના આપેલ…

તા:૨૫/૦૫/૨૦૨૪ના રોજ રાજકોટમાં ટી.આર.પી.ગેમઝોનમાં આગ લાગતા જે દુર્ઘટના સર્જાય હતી.તેના અનુસંધાને ફરી આ પ્રકારની કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે માન.કમિશનરશ્રી ડૉ.ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ, મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ મોલ, હાઈરાઈઝ બિલ્ડીંગ, મલ્ટી સ્ટોરેજ બિલ્ડીંગ, હોસ્પીટલો, શાળા, કોલેજ, ટયુશન કલાસીસ,સિનેમા ગૃહ, શોપીંગ કોમ્પલેક્ષ, અન્ય બહુમાળી બિલ્ડીંગો, ધાર્મિક સ્થળો અને જે જગ્યાએ વધુ લોકોને અવર જવર થતી હોય તેવા તમામ સ્થળો પર બાંધકામ પરવાનગી,બિલ્ડીંગ વપરાશ પ્રમાણપત્ર,ફાયર એન.ઓ.સી. તેમજ મહાનગરપાલિકા ધ્વારા આપવામાં આવતા અલગ અલગ પરવાના તથા બિલ્ડીંગ સ્ટ્રકચર (કાયમી તથા હંગામી) વગેરે બાબતોની તપાસ/ ચકાસણી કરવામાં આવી રહી છે.
શહેરમાં આજ રોજ તા:૦૧/૦૬/૨૦૨૪ ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા મોડી સાંજના ૦૩ (ત્રણ) ટ્યુશન કલાસીસ  (૧) તપસ્વી કલાસીસ (૨) આશાદીપ ક્લાસીસ (૩) રૂપારેલ એજ્યુકેશન પ્રા.લી.ને બી.યુ.સર્ટીફીકેટ ન ધરાવતા સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.
શહેરના ૨૦ (વીસ) પાર્ટી પ્લોટને (૧).યમુના વાડી, ઝાંઝરડા રોડ, જુનાગઢ. (૨).નિલકંઠ ફાર્મ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. (૩).વેસ્ટર્ન પાર્ટી પ્લોટ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ.(૪). સત્યમ પાર્ટી પ્લોટ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. (૫).વૃંદાવન ફાર્મ, ડી-માર્ટ સામે ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. (૬). શ્રીજી ફાર્મ, ડી-માર્ટ સામે ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. (૭). બજરંગ વાડી, ડી-માર્ટ સામે ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. (૮). મધુવન ફાર્મ, દેવ સ્કુલ સામે, બાયપાસ રોડ, જુનાગઢ. (૯).દેશી પકવાન, દેવ સ્કુલ સામે, બાયપાસ રોડ, જુનાગઢ. (૧૦). ગોલ્ડન ફાર્મ, ખલીલપુર ચોકડી, જોષીપરા, જુનાગઢ. (૧૧). કૈલાસ પાર્ટી પ્લોટ, ખલીલપુર રોડ, જોષીપરા, જુનાગઢ. (૧૨).અવસર ફાર્મ, ખલીલપુર રોડ, જોષીપરા, જુનાગઢ. (૧૩). એલીગન ફાર્મ, ગલીયાવાડા રોડ, ખામધ્રોળ ચોકડી, જુનાગઢ. (૧૪). ફળદુ વાડી, ગ્રીન સીટીની બાજુમાં, ચોબારી રોડ, જુનાગઢ. (૧૫). ક્રિષ્ના ફાર્મ, ગ્રીન સીટીની બાજુમાં, ચોબારી રોડ, જુનાગઢ. (૧૬). શીવમ પાર્ટી પ્લોટ, બસ સ્ટેન્ડ પાછળ, જુનાગઢ, (૧૭). માંગલ્ય પાર્ટી પ્લોટ, ફાયર સ્ટેશનની સામે,જુનાગઢ (૧૮).ધાર્મિક પાર્ટી પ્લોટ,ગાયત્રી મંદિર સામે,(૧૯).એસેલ પાર્ક,સક્કરબાગ પાસે,(૨૦).બજરંગ ફાર્મ,ચોબારી ફાટક પાસે,જુનાગઢ.માં ગુજરાત ફાયર પ્રિવેન્સન અને લાઈફ સેફટી મેઝર્સ એકટ તથા ગુજરાત પબ્લિક એન્ફોર્સમેન્ટ એક્ટ-૨૦૨૨ મુજબ નોટીસ આપવામાં આવેલ છે.
અગાઉ ધારાસરની અપાયેલ નોટીસ મુજબ ૧૨ હોસ્પિટલોને (૧) શુભમ મેટરનીટી હોમ એન્ડ ફર્ટીલીટી સેન્ટર,રાયજી બાગ,મોટી બાગ રોડ,જુનાગઢ. (૨) રીબર્થ આઈ.સી.યુ. એન્ડ હોસ્પિટલ,અક્ષર પ્લાઝા સામે,યુનીક પ્લાઝા,ઝાંઝરડા ચોકડી (૩) વક્તા ડેન્ટલ કેર,ટાઈમ્સ સ્ક્વેર,ઝાંઝરડા રોડ,જુનાગઢ (૪) ઠેસિયા મેટરનીટી એન્ડ સર્જીકલ હોસ્પિટલ,સુભમ રેસીડેન્સી,મોતીબાગ રોડ,જુનાગઢ (૫) સામવેદ ઓર્થોપેડિક,ગોલ્ડન નેસ્ટ એપાર્ટમેન્ટ,ઝાંઝરડા રોડ (૬) ક્રિષ્ના ઈ.એન.ટી. હોસ્પિટલ,રાજ લક્ષ્મી મોતીબાગ પાસે,જુનાગઢ. (૭) પ્રેરણા હોસ્પિટલ,અક્ષર પ્લાઝા-૧,પહેલો માળ,ઝાંઝરડા રોડ,જુનાગઢ (૮) પાનસુરિયા નિદાન કેન્દ્ર,બાલાજી એવન્યુ,મોતીબાગ,જુનાગઢ (૯) પટોડિયા મેટરનીટી હોસ્પિટલ,ડોક્ટર હાઉસ,બસ સ્ટેન્ડ પાસે (૧૦) કિરણ ઇમેજિંગ સેન્ટર,બાલાજી કોમ્પ્લેક્ષ,સરદાર બાગ (૧૧) અવધ મેટરનીટી હોસ્પિટલ,મંથન કોમ્પ્લેક્ષ ,બસ સ્ટેન્ડ પાસે (૧૨) અવધ હોસ્પિટલ એન્ડ આઈ.સી.યુ. મંથન કોમ્પ્લેક્ષ,બસ સ્ટેશન પાસે આઈ.સી.યુ. અને ઇનડોર/આઉટ ડોરને સુવિધા ચાલુ રાખી શકશે નહી તેવી નોટિસથી સુચના આપેલ છે.
આગામી દિવસોમાં મહાનગર પાલિકા,જુનાગઢ દ્વારા શહેરમાં આવેલ ૯ મીટર થી ૧૫ મીટર સુધી હાઈટ સુધીની કોલેજો, પ્રાથમિક શાળા,હોસ્ટેલો વગેરે શૈક્ષણિક ઈમારતોમાં ફાયર એન.ઓ.સી. ચકાસણીની કાર્યવાહી કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!