રાષ્ટ્રપતિને નરેન્દ્ર મોદીએ PM પદેથી આપ્યું રાજીનામું
નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે પહોંચીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને રાજીનામું આપ્યું હતું. નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત કરી હતી અને તેમને મંત્રી પરિષદ સહિત પોતાનું રાજીનામું સોપ્યુ હતું. રાષ્ટ્રપતિએ તેમના રાજીનામાનો સ્વીકાર કરતા તેમન તથા મંત્રી પરિષદથી અનુરોધ કર્યો કે તે નવી સરકારનો કાર્યભાર સંભાળવા સુધી પદ પર બન્યા રહે.
રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાહેર કરાયેલા નિવેદનનું માનીએ તો નવી સરકાર ટૂંક સમયમાં શપથ લઈ શકે છે. આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ પણ મોદી કેબિનેટને વિદાય ડિનર આપશે. રાષ્ટ્રપતિ ભવન ખાતે રાત્રે 8 વાગ્યાથી આ ભોજન સમારંભનું આયોજન કરવામાં આવશે. નોંધનીય છે કે 17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન 2024ના રોજ પૂરો થઈ રહ્યો છે. એટલે કે 16 જૂન પહેલા નવી સરકારની રચના થઈ જશે.
લોકસભા ચૂંટણી 2024ના પરિણામોની વાત કરવામા આવે તો ભારતીય જનતા પાર્ટી (BJP)એ સૌથી વધુ 240 બેઠકો જીતી છે જ્યારે કોંગ્રેસને 99 બેઠકો મળી છે. પરિણામો અનુસાર એનડીએને 295 બેઠકો મળી છે. જો કે આ ચૂંટણીમાં I.N.D.I.A. ગઠબંધનને 233 બેઠકો મળતી જોવા મળી રહી છે.