અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : DY-SP કચેરી ખાતે ફરજ બજાવતા કમાન્ડો જગદીશભાઈ હડુલાનું હૃદય રોગની બીમારીથી સારવાર દરમિયાન અવસાન
અરવલ્લી જિલ્લા મદદનીશ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે કમાન્ડો તરીકે ફરજ બજાવતા જગદીશભાઈ હડુલા નાઓને હૃદય રોગનો હુમલો આવતા સારવાર સારું મોડાસાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, સારવાર દરમિયાન તેઓ નું દુઃખદ અવસાન થતાં,પોલીસ બેડામાં શોક ની લાગણી પ્રસરી હતી.મદદનીશ પોલીસ અધિક્ષક સંજય કુમાર કેશવાલા,રમેશભાઈ પ્રજાપતિ ASI, ગોરધનભાઇ ASI, કનુભાઈ ASI, દર્પણ કુમાર હે.કો,હિમાંશુ કુમાર પો.કો,નરેશ કુમાર હે.કો,ધર્મેશ કુમાર હે.કો,ગિરીશ કુમાર હે.કો,મીના બેન પો.કો અને ઉર્વેશ કુમાર ક્લાર્ક નાઓ એ શ્રદ્ધાંજલિ અર્પણ કરી દુઃખ વ્યક્ત કર્યું હતું.




