રાષ્ટ્ર સેવિકા સમિતિ પંચમહાલ જિલ્લા નો પરિચય વર્ગ યોજાયો
પંચમહાલ
નિલેશભાઈ દરજી શહેરા
આજ રોજ રાષ્ટ્રીય સેવિકા સમિતિ પંચમહાલ જિલ્લાનો બહેનોનો એક દિવસીય પરિચય વર્ગ કલરવ સ્કૂલ ગોધરા ખાતે યોજાયો જેમાં મુખ્ય વક્તા તરીકે નડિયાદ વિભાગ કાર્યવાહીકા શીતલબેન જોશી ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. શીતલબેન જોશી અને પંચમહાલ જિલ્લાના કાર્યવાહીકા શિવાંગીબેન પાઠક દ્વારા દિપ પ્રાગટ્ય કરી એક દિવસીય પરિચય વર્ગની શરૂઆત કરવામાં આવી હતી.સમિતી ની બહેનો જેવાકે સીમાબેન પ્રજાપતિ. જાગૃતીબેન માછી. મધુબેન ચારણ ક્રિષ્નાબેન મેઘા, લીપાબેન પરીખ અનિતા બેન બારીયા, સ્મિતાબેન શુક્લા વગરે સેવિકાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.જેમાં પંચમહાલ જિલ્લામાંથી અલગ અલગ તાલુકામાંથી 100 જેટલી સેવિકા બહેનો ઉપસ્થિત રહ્યા હતા શીતલબેન જોશી દ્વારા રાષ્ટ્ર સેવિકા સમિતિ નો પરિચય કરાવવામાં આવ્યો હતો શિવાંગી પાઠક દ્વારા સેવિકા સમિતિ ના કાર્યો નો પરિચય કરાવ્યો સીમાબેન પ્રજાપતિ, મધુબેન ચારણ. ક્રિષ્નાબેન મેધા. જાગૃતીબેન માછી દ્વારા નિયુદ્ધ,યષ્ટી યુદ્ધ,દંડ પ્રહાર , બૌદ્ધિક રમતો વગેરે શારીરિક પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી.બપોર ના ભોજન બાદ અન્ય શારીરિક રમતો તથા શાખા નું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું





