અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
માલપુર તાલુકાના બે બાળકો RTE હેઠળ પ્રવેશથી વંચિત રખાયા હોવાના આક્ષેપો
હવે શિક્ષણ જગતમાં પણ ક્યાંક ને ક્યાંક આક્ષેપો થતા જોવા મળી રહ્યા છે નવી શિક્ષણ નીતિ લાવવામાં આવી આજે પણ કેટલીક જગ્યાએ પરિણામ જોવા મળતું જ નથી માત્ર કાગળ પરજ નવીન શિક્ષણ નીતિ હોય તેવું લાગી રહ્યું છે વાત આવી છે સરકાર ના અભિગમ RTE હેઠળ આપવામાં આવતા પ્રવેશની જ્યાં પણ ભ્રષ્ટાચાર થતો હોય તેવા આક્ષેપો ઉઠ્યા છે અરવલ્લી જિલ્લામાં માલપુર તાલુકાના તાલુકાના બે બાળકો RTE હેઠળ પ્રવેશથી વંચિત રખાયા હોવાના આક્ષેપો ઉઠ્યા છે જેમાં જરૂરિયાતમંદ બાળકોને RTE હેઠળ પ્રવેશ ન મળ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો વધુમાં પૈસાદાર વાલીઓના બાળકો ઓછી આવકના દાખલા મેળવીને RTE હેઠળ પ્રવેશ મેળવ્યાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે જે બાબતે વાલ્મિકી સંગઠનના પ્રમુખ લાલજી ભગતે કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું
લાલજી ભગતે બાળકોના વાલી સાથે કલેકટરને રજુઆત કરી હતી જે બાબતે RTE હેઠળ પ્રવેશ મેળવનારા બાળકોના વાલીઓની આવકની તપાસ કરાય તેવી માંગ સેવાઈ રહી છે હવે જોવાનું રહ્યું કે શું આ બાબતે તપાસ કરશે કે પછી તપાસ ના નામે લોલીપોપ આપવામાં આવશે ત્યારે હાલ તો જરૂરિયાતમંદ બાળકોને RTE હેઠળ પ્રવેશ અપાય તેવી માંગ સેવાઈ રહી છે