HALOLPANCHMAHAL

હાલોલ-નગરના કંજરી રોડ સ્થિત શ્રી રિદ્ધિ સિદ્ધિ ગણેશ મંદિર ખાતે 10 મોં પાટોત્સવ ઉજવાયો

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૦.૬.૨૦૨૪

હાલોલ નગરના કંજરી રોડ સ્થિત શ્રી રિદ્ધિ સિદ્ધિ ગણેશ મંદિર ખાતે કંજરી રામજી મંદિર ના મહંત શ્રી રામશરણદાસજી મહારાજીની પ્રેરક ઉપસ્થિતિમાં આજે સોમવાર ના રોજ 10 મોં પાટોત્સવ ભક્તિમય વાતાવરણ માં ઉજવામાં આવ્યો હતો.હાલોલ નગરના કંજરી રોડ સ્થિત શ્રી રિદ્ધિ સિદ્ધિ ગણેશ મંદિરની સ્થાપના દિને પ્રતિ વર્ષે પાટઉત્સવ ની ઉજવણી કરવામાં આવે છે.જેને લઇ મંદિર ને આજે 10 વર્ષ થતા મંદિર દ્વારા 10 માં પાટઉત્સવ ઉજવામાં આવ્યો હતો.જેને લઇ પાટઉત્સવ ની પૂર્વ સંધ્યાએ મંદિર ખાતે સુંદરકાંડ નું આયોજન કરવા આવ્યું હતું. આજે સોમવારના રોજ સવારે 6.00 કલાકે શ્રીજી ને કેશર સ્નાન ત્યારબાદ સવારે 8.00 કલાકે શ્રી ગણેશ યજ્ઞ તથા સહસ્ત્ર મોદક યજ્ઞનો આરંભ કરવામાં આવ્યો હતો.જે સાંજે 5.000 કલાકે શાસ્ત્રોક્ત વિધિવત વૈદિક મંત્રોચાર સાથે યજ્ઞમાં શ્રીફળ હોમી સમાપન કરવામાં આવ્યો હતો.સાંજે 7.00 કલાકે મહા આરતી કરવામાં આવી હતી મહાઆરતી બાદ ગણેશ ભક્તો ને મહાપ્રસાદી પીરસવામાં આવી હતી.જેમા મોટી સંખ્યામાં ગણેશ ભક્તો એ લાભ લઇને ધન્યતા અનુભવી હતી.

 

Back to top button
error: Content is protected !!