ચૂંટણી જીતવા ખોટી મતદાર યાદી બનાવી,અધિકારીઓ મતદાર યાદીમાં ઉમેરાયેલાં નવા નામ અંગે ખરાય કર્યા વગર જ મતદાર યાદીમાં ઉમેરો કરવાની મંજૂરી આપી દીધી!
ખોટી મતદાર યાદી બનાવવા બદલ થઈ શકે છે ફરિયાદ! અધિકારીઓ તપાસ કરશે કે પછી ભીનું સંકેલી લેશે તો મામલો હાઇકોર્ટ સુધી પહોંચશે!
વાંકાનેર:હાલમાં સેવા સહકારી ધિરાણ મંડીળીઓની ચૂંટણીઓ ચાલી રહી છે.રાજકીય આગેવાનો પોતાની કામગીરીથી નહિ પરંતું પોતાનું રાજકારણ ટકાવવા માટે ખોટા શોર્ટ રસ્તાઓની તરકીબ શોધવા માટે મથામણ કરતા હોય છે. આવો જ એક શોર્ટ કટ રસ્તો ચંદ્રપુર સેવા સહકારી જૂથ મંડળીની ચૂંટણીમાં સામે આવ્યો છે.પોતાની વોટબેંક મજબૂત બનાવવા માટે શોર્ટ-કટ અપનાવ્યો હોવાની વાત સૂત્રોના હવાલેથી જાણવા મળી રહી છે.
જાણવા મળતી વિગતો મુજબ ચંદ્રપુર સેવા સહકારી જૂથ મંડળીમાં લીંબાળા ગામની યાદીમાં ત્રણ ખોટા મતદારોનાં નામ મતદાર યાદીમાં ચડાવ્યા હોવાની માહિતી મળી રહી છે.સૂત્રોના હવાલેથી મળતી માહિતી મુજબ મતદાર યાદીનાં સમાવિષ્ટ નામો મુજબ હિન્દૂ સત્તા ભરવાડ (લાલપર) અરજન સત્તા ભરવાડ (લાલપર) જોમી બેન મશરૂ ભરવાડ (રાતળિયા) નું નામ ખોટી રીતે લીંબાળા સેવા સહકારી ધિરાણ મંડળીમાં ઉમેરી ખોટી મતદાર યાદી બનાવવા બદલે ફરિયાદ થઈ શકે છે. સેવા સહકારી ધિરાણ મંડળીમાં ધિરાણ બાજુના ગામનાં ખેડૂતને આપી શકે છે પરંતુ સહકારી મંડળીમાં મતદાર યાદીમાં બીજા ગામનો ખેડૂત ખાતેદાર મતદાર બની શકે નહિ.આ મુજબ ઉપરના ત્રણ ખેડૂતો ચંદ્રપુર જૂથ મંડળીના લીંબાળા ગામનાં ખેડૂત ખાતેદાર ન હોવાનું જાણવા મળી રહ્યું છે.તેમ છતાં ઉપરના ત્રણેય ખેડૂતો લીંબાળા ગામની ધિરાણ મંડળીમાં મતદાર હોવાનો મામલો સામે આવતા ગેરરીતિ કરી ખોટા નામો મતદાર યાદીમાં ચડાવવામાં આવ્યા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે.
સત્તા લાલચુ રાજકીય આગેવાનો પોતાની સત્તા ટકાવી રાખવા માટે યેનકેન રસ્તાઓ શોધતા હોય છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આ શોર્ટ-કટ રસ્તો લીંબાળા સેવા સહકારી ધિરાણ મંડળી ખુરશી સુધી જાય છે કે પછી જેલના સળિયા તરફ! એ તો હવે આવનાર સમયે બતાવશે!